ચોટીલા આણંદપુર રોડ ઉપરથી આઇસરમાં જલાઉ લાકડાના કવરિંગમાં થતી વિદેશી દારૂની હેરાફેરી ઝડપાઈ.
સુરેન્દ્રનગર એલસીબી ટીમના પી.આઈ શ્રી એમ ડી ચૌધરી સુચના મુજબ જિલ્લામાંથી પ્રોહી જુગારની બંદી સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા જિલ્લામાં ખાસ પેટ્રોલિંગ હાથ ધરી ગેરકાયદેસર વિદેશી દારૂની હેરાફેરી કટીંગ વેચાણની પ્રવૃત્તિ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા માર્ગદર્શન આપતા એલ સી બી ટીમ દ્વારા ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવેલ દરમિયાન ચોક્કસ બાતમી આધારે ટાટા આઇસર ગાડી નં આરજે 27 જીસી 7215 વાળીના ચાલકે પોતાના કબ્જા ભોગવટાની આઇસર ગાડીમાં પર પ્રાંતીય વિદેશી દારૂ બિયરનો જથ્થો જલાઉ બળતણના લાકડાના કવરિંગમાં છુપાવેલ છે આઇસર ગાડી ચોટીલા થી આણંદપુર જતા રોડ ઉપર કુંઢડા બોર્ડ પહેલા રોડ ઉપર પડેલ છે તે બાતની આધારે એલસીબી ટીમ દ્વારા પીએસઆઇ વી આર જાડેજા, એએસઆઈ વાજસુરભા, જુવાનસિંહ, ઋતુરાજસિંહ સહિત સમગ્ર ટીમ દ્વારા તાત્કાલિક હકીકત વાળી જગ્યાએ છાપો મારતા ટાટા આઇસર ગાડી વાળીમાથી કિંગફિશર સ્ટ્રોંગ પ્રીમિયમ બિયરના ટીંગ નંગ 2208 જેની કિ.રૂ.2,20,800 તથા ટુબોરજી પ્રીમિયમ સ્ટ્રોંગ ક્લાસિક બિયર ના ટીન નંગ 120 કિ.રૂ.12,000 તથા રોયલ ક્લાસિક વિસ્કીના પાઉચ નંગ 480 કિ.રૂ.33,600 કુલ મળીને મુદ્દામાલ કિ.રૂ.2,66,400 તથા ટાટા આઇસર ગાડી કિ.રૂ.4,00,000 એમ કુલ મળીને કિ.રૂ.6,66,400 નો મુદ્દામાલ કબજે કરી સદર આઇસરનો ચાલક હાજર મળી નથી આવતા તમામ મુદ્દામાલ કબજે કરી મજકુર આરોપીઓ વિરૂદ્ધ ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
એટ ધીસ ટાઈમ ન્યૂઝ
ઉમેશભાઈ બાવળિયા સુરેન્દ્રનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.