ખંપાળીયા ગામે પેવર બ્લોક કામ માં ભ્રષ્ટાચાર બાબતે ઉપસરપંચ ની તાલુકા વિકાસ અધિકારી ને રજુઆત - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ydll1ytnnmaatmx3/" left="-10"]

ખંપાળીયા ગામે પેવર બ્લોક કામ માં ભ્રષ્ટાચાર બાબતે ઉપસરપંચ ની તાલુકા વિકાસ અધિકારી ને રજુઆત


*ખંપાળીયા ગામે પેવર બ્લોક નાં કામમાં ભ્રષ્ટાચાર સામે આવતાં ચકચાર*

*ઉપસરપંચ અને સભ્યો એ કરી તાલુકા વિકાસ અધિકારી ને રજુઆત*

મુળી તાલુકાનાં ખંપાળીયા ગામે પેવર બ્લોક માટે જીલ્લા પંચાયત સદસ્ય ની રેતી કંકણ ની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી જે છેલ્લા ત્રણ વર્ષથી પંચાયત માં નાણાં જમા હતાં તેની ઉપર ભ્રષ્ટાચારી ઓનો ડોળો હોય તેમ સરપંચ ને સાથે રાખી ને ગ્રાન્ટ ચાઉં કરવા માટે ભ્રષ્ટાચાર યુક્ત કામગીરી ચાલુ કરવામાં આવી હતી જેમાં ઉપસરપંચ સભ્યો ને કોઈ સહમતી વગર જ કામ ચાલુ કરવામાં આવેલ હતું જેમાં મુખ્ય ત્રિપુટી એવી સરપંચ, તાલુકા પંચાયત સદસ્ય, જિલ્લા પંચાયત સદસ્ય સાથે મળી લોટ પાણી ને લાડવા જેવું કામ કરતાં ખંપાળીયા ગામ પંચાયત નાં ઉપસરપંચ પ્રભાબેન વસવેલીયા અને સભ્યો કાળીબેન,માનુબેન, અને રમેશભાઇ એ આજે મુળી તાલુકા વિકાસ અધિકારીશ્રી ને લેખિતમાં રજૂઆત કરી આ કામગીરી નું નિરીક્ષણ બાદ જ પેમેન્ટ ચૂકવવામાં આવે તેવી માંગ કરી હતી વધું માં તેઓએ જણાવ્યું હતુ કે જે બ્લોક નું કામ જાહેર જગ્યાએ કરવાનું હોય તેમ છતાં એક ખાનગી પ્લોટ ધારકને સાચવવા માટે ખાનગી જગ્યાએ કામ કરવામાં આવેલ છે તે તદન નિયમ વિરુદ્ધ કામગીરી છે તેમ જણાવ્યું હતું જીલ્લા પંચાયત સદસ્ય દ્વારા રેતી કંકણ ની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી જેની રકમ નવ લાખ રૂપિયા હોય માટે ભ્રષ્ટાચાર કરી નાણાં ચાઉં કરવામાં આવેલ છે અને ઉપસરપંચ સભ્યો ને કોઈ વિશ્વાસ માં લીધા વગર મનસ્વી રીતે કામગીરી સરપંચ અને મળતીયાઓ દ્વારા કરવામાં આવી છે માટે આ કામ નું અધિકારીઓ દ્વારા રૂબરૂમાં મુલાકાત લઈ કામ સચોટ થાય તેવી માંગ ઉઠી હતી અને ભ્રષ્ટાચારી ઓને નાણાં ચુકવવા માં ન આવે તેમ જણાવ્યું હતું

*રામકુભાઈ કરપડા મુળી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]