સાબરકાંઠા જિલ્લો બનશે યોગમય: સ્વયમ અને સમાજ માટે યોગ ****** સાબરકાંઠા જિલ્લામાં યોગની ભવ્ય ઉજવણી કરાશે - At This Time

સાબરકાંઠા જિલ્લો બનશે યોગમય: સ્વયમ અને સમાજ માટે યોગ ****** સાબરકાંઠા જિલ્લામાં યોગની ભવ્ય ઉજવણી કરાશે


સાબરકાંઠા જિલ્લો બનશે યોગમય: સ્વયમ અને સમાજ માટે યોગ
******
સાબરકાંઠા જિલ્લામાં યોગની ભવ્ય ઉજવણી કરાશે
******
હિંમતનગર ખાતે જિલ્લા કક્ષાના મુખ્ય કાર્યક્રમ સહિત જિલ્લામાં 13 જગ્યાએ યોગ નીદર્શન કરાશે
*****
તારીખ 21 જૂન 10 માં વિશ્વ યોગ દિવસની સાબરકાંઠા જિલ્લામાં ભવ્ય ઉજવણી કરવામાં આવશે. સ્વયમ અને સમાજ માટે યોગ - થીમ આપણા જિલ્લામાં વિશાળ સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં જોડાશે.
વિશ્વ યોગ દિવસનો જિલ્લા કક્ષાનું મુખ્ય કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ હિંમતનગર ખાતે સાબર સપોર્ટ સ્ટેડિયમ હિંમતનગર ખાતે ક્રિએટિવ યોગ અન્ડરવોટર યોગ કરવામાં આવશે.
જિલ્લાના પાંચ આઇકોનિક સ્થળો જેમાં શાણેશ્વર મહાદેવ અભાપુર વિજયનગર, ઈડરિયો ગઢ ઈડર, બીએપીએસ સ્વામિનારાયણ મંદિર કોંકણોલ, સાંપડ મંદિર પ્રાંતિજ, રિવરફ્રન્ટ કેનાલ હિંમતનગર તેમજ સાત તાલુકાકક્ષાના સ્થળ જેમાં શેઠ પી એન્ડ આર હાઇસ્કુલ પ્રાંતિજ, પંડિત દિન દયાળ ઉપાધ્યાય ગાર્ડન તલોદ, શેઠ સી.જે હાઇસ્કુલ વડાલી, સર પ્રતાપ હાઇસ્કુલ ઇડર, શેઠ શ્રી કે. ટી. હાઇસ્કુલ ખેડબ્રહ્મા, શાણેશ્વર મહાદેવ અભાપુર વિજયનગર, એકલવ્ય મોડેલ હાઇસ્કુલ ચંદ્રણા પોશીના ખાતે જિલ્લા વાસીઓને મોટી સંખ્યામાં જોડાવા જિલ્લા વહીવટી તંત્ર સાબરકાંઠા દ્વારા અપીલ કરવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.