૭૫મા ગણતંત્ર દિવસના ધ્વજવંદન સમારોહનું આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, વડનગર ખાતે યોજાઈ ગયો - At This Time

૭૫મા ગણતંત્ર દિવસના ધ્વજવંદન સમારોહનું આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, વડનગર ખાતે યોજાઈ ગયો


૭૫મા ગણતંત્ર દિવસના ધ્વજવંદન સમારોહનું આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, વડનગર ખાતે યોજાઈ ગયો
તા.૨૬ જાન્યુઆરી ૨૦૨૪ને શુક્રવારના રોજ વિ.એન.એસ.બી.લિ.આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, વડનગર ખાતે ૭૫મા ભારતીય ગણતંત્ર દિવસ નિમિત્તે સવારે ૮:૦૦કલાકે ધ્વજવંદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની પૂર્વતૈયારીના ભાગરૂપે ૧માસ પૂર્વેથી એન.સી.સી. કેપ્ટન ડો.પી.આર.પટેલે ૭ ગુજરાત એન.સી.સી. બટાલિયનના વિદ્યાર્થીઓને ગણતંત્ર પરેડ અને પ્રોટોકોલની સઘન પ્રેકટિસ શરૂ કરાવી દીધી હતી. એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર્સ દ્વારા પણ આવી જ પૂર્વતૈયારીઓ કરવામાં આવી હતી. ધ્વજવંદન સમારોહમાં વડનગર ભાજપ પ્રમુખ માનનીય શ્રી રાજુભાઈ મોદી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. એન.સી.સી.ના કેડેટ્સ દ્વારા સવારે ૭:૫૦ કલાકે સમારોહ શરૂ થયો હતો. આ પ્રસંગે કૉલેજ પરિવારના આચાર્યશ્રી, સહુ અધ્યાપકો, કલાર્ક અને સેવકભાઈઓ તથા ૨૧૮ વિદ્યાર્થી ભાઈ-બહેનોની ઉપસ્થિતિમાં શ્રી રાજુભાઈ મોદીના હસ્તે કૉલેજના વિશાળ પરિસરમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આચાર્યશ્રી ડો.ડી.યુ. પટેલે ‘બંધારણના આમુખ’ વિશે પ્રેરક પ્રવચન આપ્યું હતું. ઈતિહાસ વિભાગના અધ્યક્ષ પ્રો.કે.બો.બારોટે ‘બંધારણના ઘડવૈયાઓ’ વિશે પ્રવચન આપ્યા બાદ બુલંદ અવાજે ‘ભારત માતાકી જય’ના નારા લગાવડાવ્યા હતા. સમૂહ રાષ્ટ્રગાન બાદ એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો.જે.સી.રાવલની આગેવાનીમાં વિદ્યાર્થીઓની તિરંગારેલી સરકારી વિજ્ઞાન કૉલેજ ખાતે પહોંચી હતી. જ્યાં જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.