સાયલાની સામતપર પ્રાથમિક શાળામાં ધોરણ 8 ના વિદ્યાર્થીઓનો વિદાય સન્માન સમારોહ યોજાયો
સાયલાની સામતપર પ્રાથમિક શાળામાં ધોરણ 8 ના વિદ્યાર્થીઓનો વિદાય સન્માન સમારોહ, શાળાનો સ્થાપના દિવસ તેમજ શાળાના પૂર્વ શિક્ષિકા બહેનો રીટાબેન પટેલ અને મીનાબેન પટેલ તથા શાળાની વિદ્યાર્થીનીઓ ઉદિશા,આરાધ્યા, અને પુષ્પબેન જાદવભાઈ બાવળવાના સહયોગથી શાળામાં નુતન સુંદર મજાનું સરસ્વતી માતાનું મંદિર અને માં શારદાની દિવ્યમૂર્તિનું શાળાના પ્રાંગણમાં સ્થાપન કરવામાં આવ્યું... ત્રણ ઉત્સવની ત્રિવેણી ઉત્સવ ઉજવવામાં આવ્યો .વિદાય લેતા ધોરણ 8 ના બાળકો તરફથી પોતાની ખિસ્સાખરચી માંથી બચત કરીને પોતાની યાદગીરી રૂપે શાળામાં ત્રણ બાંકડાઓ ભેટ આપવામાં આવ્યા હતા... મધ્યાહન ભોજન સંચાલક ભાનુબેન ડાભી તરફથી બાળકોને રસ પુરી શાકનુ સ્વાદિષ્ટ ભોજન આપવામાં આવ્યું હતું... ધોરણ 8 ના વિદ્યાર્થીઓને શાળા તરફથી સરસ્વતી માતાની છબીની સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી.. ધોરણ 8 ના વર્ગ શિક્ષક ચિરાગભાઈ દ્વારા તમામ બાળકોને પેન ભેટ આપવામાં આવી હતી... સાયલા કિરણ સ્ટેશનરી વાળા કિરણભાઈ તરફથી ધોરણ આઠ ના તમામ વિદ્યાર્થીઓને સ્કેચ પેનનો ડબ્બો ભેટ આપવામાં આવ્યો હતો.. શાળાના તમામ શિક્ષક મિત્રોએ બાળકોને ભાવિ જીવન માટે શુભેચ્છા પાઠવી હતી.. ગામના સરપંચ શ્રી ઘુઘાભાઈ અઘારા... શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ સુખાભાઈ મહેરીયા, શિક્ષણ વિદ્ જાદવભાઈ બાવળવા તથા એસએમસીના સભ્યોએ હાજર રહી બાળકોને શુભેચ્છાઓ પાઠવી હતી... વિદાય લેતા ધોરણ 8ના બાળકોએ પણ ખૂબ જ લાગણીસભર શબ્દોમાં પોતાના આઠ વર્ષના યાદગાર દિવસોની વાતો તાજી કરી હતી.
રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.