કલોલ તાલુકા ના બોરિસના ગામમાં સરકારની મહિલાઓની સુરક્ષા અને જાગૃતિ માટે વિવિધ મહિલાલક્ષી યોજનાઓ ની શિબિર યોજાઈ
કલોલ તાલુકાના બોરિસણા ગામ માં આવેલ આંગણવાડી માં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ મહીલાલક્ષી યોજનાઓ અને મહિલાઓની સુરક્ષા માટે સરકાર દ્વારા આપવામાં આવતી મદદ માટેની જાગૃતિ ફેલાવવા માટે મહિલા અને બાળ અધિકાર દહેજ પ્રબંધક અધિકારી ના માર્ગદર્શન હેઠળ શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ માં મહિલાઓને મળતા તમામ લાભો તથા વિવિધ યોજનાઓનો લાભ લેવાની સરળ પદ્ધતિ વિશે વિસ્તૃત ચર્ચા કરી અને જાણ કરવામાં આવી હતી તથા મહિલાઓ ને લગતી તમામ સરકારી સેવાઓ જેવી કે ઘરેલુ હિંસા અને મહિલાઓના કાયદા, મહિલા સ્વાવલંબન યોજના, વિધવા પેન્શન સહાય, વ્હાલી દીકરી યોજના, 181 અભયમ, મહિલાઓને મળતી મફત કાનૂની સલાહ વગેરે અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
9998891414
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.