રાજકોટની વિવિધ કચેરીઓના સંયુક્ત ઓપરેશનથી ઉપલેટામાં બાળ મજૂરી કરતાં એક બાળકને બાળ મજુરી માંથી મુક્ત કરાવી માલિક સામે પોલીસ ફરિયાદ નોંધી - At This Time

રાજકોટની વિવિધ કચેરીઓના સંયુક્ત ઓપરેશનથી ઉપલેટામાં બાળ મજૂરી કરતાં એક બાળકને બાળ મજુરી માંથી મુક્ત કરાવી માલિક સામે પોલીસ ફરિયાદ નોંધી


દુકાનમાં હેલ્પર તરીકે કામ કરતા બાળકનો પરિવાર આર્થિક રીતે નબળી પરિસ્થિતિનો હોવાની માહિતીઓ સામે આવી

(આશિષ લાલકિયા દ્વારા)
ઉપલેટા તા. ૧૫ ઓગસ્ટ ૨૦૨૪, ઉપલેટા શહેરના ભાદર રોડ પર આવેલ હોલસેલ દુકાનમાં કામ કરતાં એક બાળ મજુરને રાજકોટ જિલ્લાની વિવિધ કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમો દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી બાળમજૂરી કરતા એક બાળકને બાળમજૂરીમાંથી મુક્ત કરાવેલ હોવાનું સામે આવી છે. ઉપલેટા શહેરમાં રાજકોટ જિલ્લાની વિવિધ ટીમોએ સંયુક્ત રીતે મળીને ઉપલેટામાં એક ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં આ ઓપરેશનની અંદર ઉપલેટા શહેરમાં આવેલ ભાદર રોડ પરની એક હોલસેલની દુકાનમાં બાળમજૂરી કરતા એક બાળકને બાળમજૂરી માંથી મુક્ત કરાવેલ હોવાનું સામે આવ્યું છે ત્યારે કચેરીના વિવિધ અધિકારીઓને કર્મચારીઓની ટીમનું સંયુક્ત ઓપરેશન હાથ ધરી ઉપલેટા શહેરમાંથી સંયુક્ત રીતે કામગીરી કરી એક બાળમજૂરને મુક્ત કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે મળી એક ટીમ બનાવી ઉપલેટા શહેરમાં તપાસ કરી હતી જેમાં તપાસ દરમિયાન એક બાર મજૂર મળી આવ્યો હતો જે બાદ આ બાળમજૂરને ટીમ દ્વારા મુક્ત કરાવવામાં આવ્યો હતો ત્યારે આ કામગીરી ની અંદર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ રાજકોટ રૂરલ, લેબર ઓફિસ વિભાગ રાજકોટ, બાળ સુરક્ષા વિભાગ રાજકોટ, ફેક્ટરી ઓફિસ વિભાગ રાજકોટ દ્વારા આ સમગ્ર કામગીરી સંયુક્ત રીતે કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન આ દુકાનમાં હેલ્પર તરીકે કામ કરતા ૧૩ વર્ષ અને ૦૭ મહિનાનો બાળક મળી આવતા આ મામલે સરકારી શ્રમ અધિકારી અને રાજકોટ શહેરમાં રાજ્ય પત્રિક વર્ગ-૨ ના અધિકારી તરીકે ફરજ બજાવતા ડો. દિશા આર. કાનાણીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ બાદ હાલ ચાઈલ્ડ લેબર પ્રોહીબિશન એન્ડ રેગ્યુલેશન એક્ટ ૧૯૮૬ અને ગુજરાત નિયમો ૨૦૧૭ ની કલમ ૦૩ તથા ૧૪ મુજબ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ બાબતમાં દલ્લા જાફરભાઈ મજીદભાઈ નામના વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ દાખલ કરી છે ત્યારે હાલ આ મામલાની તપાસ ઉપલેટા પોલીસ સ્ટશનના પી.એસ. આઈ. એસ.પી. ભટ્ટ ચલાવી રહ્યા છે.

આ બાબત સામે આવ્યા બાદ અહીંયાના સૂત્ર પાસેથી મળતી માહિતીઓ અનુસાર જે બાળક મજૂરી કરતા મળી આવેલ છે તે બાળકનો પરિવાર આર્થિક રીતે ખૂબ નબળો છે અને પોતાની અને પોતાના પરિવારની આર્થિક જરૂરિયાત પૂર્ણ કરવા માટે બાળક અને તેમનો પરિવાર મજૂરી કરી પોતાનું અને પોતાના ઘર પરિવારનું ગુજરાન ચલાવે છે. આ બાળકના પિતા ઓટોરિક્ષા ચલાવે છે જ્યારે માતા પણ ઘરકામ કરી રહી છે જ્યારે બાળક પણ પરિવારને મદદરૂપ થવા માટે પોતાનાથી પરિવારને થાય એટલી મદદ કરવા માટેનો પણ પ્રયત્ન કરી રહ્યા હોવાની વિગત સામે આવી છે ત્યારે આ પરિવાર મજુરી કરી ભાડાના મકાનમાં રહી સંયુક્ત રીતે મદદરૂપ થઈને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે એકબીજાને મદદ કરે છે તેવી પણ માહિતીઓ સામે આવી છે ત્યારે આવા ઘણા પરિવારો અને બાળકો હોય છે જેમને પોતાના પરિવાર માટે મજબૂરીને કારણે કામ પણ કરવું પડે છે અને અભ્યાસ પણ છોડવો પડે છે તેમજ પરિવારનું ગુજરાન ચલાવવા માટે મદદરૂપ પણ થવું પડે છે. જો કે હાલ આમલાની અંદર પોલીસ ફરિયાદ દાખલ થઈ છે અને આગળની કાર્યવાહી હાથ ધરાય છે.

તસ્વીર/અહેવાલ:- આશિષ લાલકિયા, ઉપલેટા (રાજકોટ)
મો. 9016201128


9016201128
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.