જસદણમાં બાલસભા બાળકોની પ્રતિભાને નિખારવાનું ઉત્તમ માધ્યમ બન્યું
દર મહિનાના પ્રથમ શનિવારે પંચશીલ સોસાયટી-જસદણ મુકામે બાલસભાનું આયોજન થાય છે જેમાં દર વખતે અગાઉથી આપેલ વિષય પર પૂર્વ તૈયારી સાથે બાળકો રજૂઆત કરે છે આ વખતની બાલસભામાં પણ જસદણ વિસ્તારના બાળકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો. બાળકોની વયકક્ષા મુજબ વિભાગ-1 માં ધોરણ 1 થી 5 ના બાળકોએ અભિનય ગીત અને દેશભક્તિ ગીત વિષય પર સુંદર રજૂઆત કરી હતી. તેમજ વિભાગ-2 માં ધોરણ 6 થી 12 ના બાળકોએ વૈજ્ઞાનિકો વિશે ચાર્ટ તેમજ પ્રોજેક્ટ બનાવી રજૂઆત સાથે ચર્ચા કરી હતી. આમ, બાલસભા બાળકોની પ્રતિભાને નિખારવાનું ઉત્તમ માધ્યમ બન્યું છે. સ્પર્ધામાં 1 થી 3 નંબર મેળવેલ બાળકોને ઇનામ આપી તેમની પ્રતિભાને પોંખવામાં આવી હતી. બાળકોના પ્રોત્સાહન માટે રવિભાઈ ઘુઘલ, જયંતીભાઈ પરમાર અને જયભાઈ ચૌહાણ તરફથી ઇનામ તથા રોકડ રાશી આપવામાં આવી હતી.
રિપોર્ટર વિજય ચૌહાણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.