બોટાદ સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ ( નેત્રમ ) સર્વેલન્સ ટીમની મદદથી જાહેરમાં મરામારી કરતા આરોપીઓને પકડી પાડતી બોટાદ પોલીસ - At This Time

બોટાદ સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ ( નેત્રમ ) સર્વેલન્સ ટીમની મદદથી જાહેરમાં મરામારી કરતા આરોપીઓને પકડી પાડતી બોટાદ પોલીસ


બોટાદ સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ ( નેત્રમ ) સર્વેલન્સ ટીમની મદદથી જાહેરમાં મરામારી કરતા આરોપીઓને પકડી પાડતી બોટાદ પોલીસ

મ્હે.પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર સાહેબ, ભાવનગર વિભાગ, ભાવનગરનાઓ દ્વારા ગુન્હાની પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા માટે સુચના આપેલ જેની મ્હે. પોલીસ અધિક્ષક કિશોર બળોલિયા , બોટાદ ધ્વારા બોટાદ જીલ્લામાં અમલવારી કરાવવામાં આવી રહી છે.

તા. ૧૪/૦૧/૨૦૨૩ ના રોજ કમાન્ડ & કંટ્રોલ (નેત્રમ) ખાતે પોલીસ કર્મચારીઓ સર્વેલન્સ કરી રહ્યા હતા તે દરમ્યાન કલાક ૧૬/૨૧ વાગ્યે ખસ ટી-પોઈન્ટ લોકેશન પર જાહેરમાં ચાર ઇસમો ઝગડો કરી રહ્યા હતા તે દરમ્યાન આરોપી રોડની સામેની બાજુથી આવીને ફરીયાદીને પીઠ પાછળ છરીનો ઘા મારી ભાગી ગયેલ ત્યારબાદ તુરત જ કમાન્ડ & કંટ્રોલ (નેત્રમ) ખાતેથી જીલ્લા પોલીસ કંટ્રોલ રૂમને વર્ધી આપી જાણ કરતા PCR સ્થળ પર આવી અને તે વ્યક્તિને સારવાર માટે તાત્કાલિક સબીહા હોસ્પિટલ ખાતે લઇ ગયેલ ત્યારબાદ પુછપરછ કરતા જાણવા મળેલ કે ફરીયાદી એ એકાદ વર્ષ પહેલા આરોપીની બહેન સાથે પ્રેમ-લગ્ન કરી અહી બોટાદમાં જ રહેતા હોય તે તેમને ગમતુ ન હોય અને અવાર નવાર માથાકૂટ રહેતી હોય જે બાબતની દાઝ રાખી આરોપીએ ફરીયાદીને છરી વડે પીઠમાં ઘા મારી ગંભીર ઇજાઓ કરી ગુન્હો કરેલ હોય જે સબબ ગુ.ર.નં. ૧૧૧૯૦૦૦૨૨૩૦૦૬૩/૨૦૨૩ આઇ.પી.સી. કલમ ૩૨૬, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો રજી. કરી ધોરણસરની કાર્યવાહી કરેલ.

આરોપી:-
(૧) ગૌતમભાઈ બાબુભાઈ વાઝા રહે. બોટાદ તા.જી. બોટાદ
(૨) જયેશ રાજુભાઈ વાઘેલા રહે. બોટાદ તા.જી. બોટાદ
(૩) વિપુલભાઈ ઈશ્વરભાઈ વાઝા રહે. બોટાદ તા.જી. બોટાદ

કામગીરીમાં જોડાયેલ અધિકારીશ્રી તથા કર્મચારીઓ:-
આમ ઉપરોકત કામગીરીમાં પો.ઇન્સ.શ્રી વી.બી.દેસાઈ બોટાદ પો.સ્ટે. તેમજ CCTV કમાન્ડ & કંટ્રોલ સેન્ટર (નેત્રમ) ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ.શ્રી એ.બી.પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના અના.પો.કો. ધર્મેશભાઈ અરવિંદભાઈ જીડીયા, આ.પો.કો. શીતલબેન કરશનભાઈ ડાભી તેમજ અના.લોકરક્ષક કૈલાશબેન વલ્લભભાઈ વેલાણી નાઓ જોડાયેલા હતા.

Report by
Ashraf jangad
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.