સંસ્કૃત ભારતી સૌરાષ્ટ્ર પ્રાંતના ભાષા પ્રબોધન વર્ગનું શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
આજ તારીખ ૨૦/ ૦૫ /૨૦૨૩ ના રોજ સંસ્કૃત ભારતી સૌરાષ્ટ્ર પ્રાંતના ભાષા પ્રબોધન વર્ગનું શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન સત્રના મહાનુભાવોમાં શ્રીસોમનાથ સંસ્કૃતિ યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી તેમજ સંસ્કૃત ભારતી સૌરાષ્ટ્ર પ્રાંતના સહમંત્રીશ્રી પ્રો. લલિતકુમાર પટેલજીની વિશેષ ઉપસ્થિતિ હતી. તેમણે સુદંર વ્યાખ્યાન આપ્યું હતું. સંસ્કૃત ભારતી સૌરાષ્ટ્ર પ્રાંતના માનનીય મંત્રીશ્રી અને પાલીતાણા કોલેજના પ્રિન્સિપાલ ડો. પંકજભાઈ ત્રિવેદીજીના વિશેષ માર્ગદર્શનમાં આ કાર્યક્રમનું આયોજન થયું હતું. વિશેષ અતિથિ રૂપે આદરણીય માનસિંગભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ગના ઉદ્ઘાટન સત્રના અધ્યક્ષ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી પ્રો. ચેતનભાઇ ત્રિવેદીજીએ ઉપસ્થિત રહી મનનીય માર્ગદર્શન કર્યું હતું. શ્રી સોમનાથ સંસ્કૃતિ યુનિવર્સિટીના માનનીય કુલસચિવશ્રી ડો. દશરથભાઈ જાદવજીએ પણ સંસ્કૃતના આ કાર્યને બિરદાવી મનનીય ઉદ્બોધન કર્યું હતું. કાર્યક્રમનું સત્રસંચાલન દિલીપ ત્રિવેદીજીએ કર્યું હતું. સત્રના અંતે ગીર સોમનાથ જિલ્લાના સંયોજકશ્રી ડો. ડી. એમ. મોકરીયાજીએ આભારવિધિ કરી હતી. આ વર્ગથી લોકો સંસ્કૃત સંભાષણમાં પ્રવીણતા મેળવશે. સંસ્કૃત ભાષા જનભાષા બને તે માટે સંસ્કૃત ભારતી પ્રયત્ન કરી રહી છે તેના ભાગરૂપે આજે આ સૌરાષ્ટ્ર પ્રાંત સંસ્કૃત ભારતીના પ્રબોધન વર્ગ પ્રારંભ કરવામાં આવ્યો છે. આ વર્ગમાં ૫૦ લોકોએ ભાગ લીધો છે. આ વર્ગ૨૭/ ૦૫ /૨૦૨૩ સુધી તાલીમ આપવામાં આવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.