મહિસાગરનાં પ્રથમપુરા ગામમાં બુથ કેપ્ચરિંગ મામલે ચૂંટણી પંચનો મોટો નિર્ણય, ફરી થશે મતદાન.
ગુજરાતમાં સાતમી મેના રોજ લોકસભાની 25 બેઠકો પર મતદાન યોજાયું હતું. આ વચ્ચે મહિસાગરમાં આવેલા સંતરામપુર તાલુકાના પરથમપુરા ગામમાં બૂથ કેપ્ચરિંગની ઘટના સામે આવી હતી. જેમા કેન્દ્રીય ચૂંટણી પંચે મોટી કાર્યવાહી કરી છે. આ ઘટના સામે આવતા રીપોલિંગનો આદેશ આપવામાં આવ્યો છે.
11મી તારીખે થશે ફેર મતદાન
ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવતી માહિતી પ્રમાણે, 11 મેના રોજ સવારે 7.00 વાગ્યાથી સાંજના 6.00 વાગ્યા સુધી પરથમપુરા બૂથ પર ફેર મતદાન કરવામાં આવશે. બૂથ કેપ્ચરિંગની ઘટના બાદ ફેર મતદાનના આદેશ આપવામાં આવ્યા છે.
બે લોકોની ધરપકડ કરાઇ
આ મામલે પોલીસ દ્વારા બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ફરજ પરના કર્મચારીઓને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. પ્રિસાઈડિંગ ઓફિસર, આસિ.પ્રિસાઈડિંગ ઓફિસર, બે પોલિંગ ઓફિસરોને નોટિસ આપવામાં આવી છે.
જીતેન્દ્રભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.