સુરેન્દ્રનગર LCB પોલીસે પાણસીણાના રળોલ ગામની સીમમાંથી ચોરાઉ વીજ વાયર તથા બે વાહન સહીત બે ઈસમોને ઝડપી લીધા. - At This Time

સુરેન્દ્રનગર LCB પોલીસે પાણસીણાના રળોલ ગામની સીમમાંથી ચોરાઉ વીજ વાયર તથા બે વાહન સહીત બે ઈસમોને ઝડપી લીધા.


એક મહિન્દ્રા પઈકઅપ, એલ્યુમિનિયમ ઇલેક્ટ્રીક લાઈન વાયરશ કિલો 4300, મોટરસાયકલ પલ્સર સહીત કુલ મળીને રૂ.11,32,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો.

સુરેન્દ્રનગર એલસીબી પોલીસે એલ્યુમિનિયમના વાયર તથા બે વાહનો ઝડપી લીધા હતા જેમાં રૂપિયા 11.32 લાખના મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપી કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં પાણશીણા પોલીસ સ્ટેશન હેઠળ આવતા રળોલ ગામની સીમમાંથી પોલીસે મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો ત્યારે આ રેકેટમાં ચાર ઈસમોની સંડોવણી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે અને આ ચકચારી કેસમાં ચોરી અને છળકપટથી એલ્યુમિનિયમના ઇલેક્ટ્રીક વાયરની ચોરીનો પોલીસે પર્દાફાશ કર્યો છે જેમાં સુરેન્દ્રનગર એલસીબી ટીમે એક મહીન્દ્રા પીક અપ કિ.રૂ.5,00,000 તથા એલ્યુમિનિયમનો ઇલેક્ટ્રીક લાઇનનો વાયર કી.ગ્રા.4300 કી.રૂ. 6,02,000 તથા પલસર મોટરસાયકલ નં.1 કી.રૂ. 30,000 એમ મળીને કુલ કુલ કિ.રૂ.11,32,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો જે અનવ્યે એલસીબી ઇન્ચાર્જ પીઆઇ બી એલ રાયજાદાએ એલસીબીની અલગ અલગ ટીમ બનાવી જેમાંપો.હે.કો. વિજયસિંહ પરમાર, કુલદીપભાઇ બોરીયા, કરશનભાઈ લોહ, ભરતભાઈ સભાડ સહિત સમગ્ર ટીમ દ્વારા સુરેન્દ્રનગર જીલ્લામાં સધન પેટ્રોલીંગ ફરી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના તથા માર્ગદર્શન આપતા એલસીબી ટીમ દ્રારા પેટ્રોલીંગ દરમ્યાન હકીકત મેળવી પાણસીણા પોલીસ સ્ટેશનના રળોલ ગામની શૌમમાંથી ચોરી કે છળકપટથી મેળવેલા એલ્યુમીનીયમનો વાયર કુલ વજન 4300 કી.ગ્રા. જેની કુલ કી. રૂ.1,02,000 ગણી તથા એક મહીન્દ્રા કંપનીનું પીકપ ડાલુ રજી GJ 12 AY 8105 કી.રૂ. 5,00,000 એક બજાજ કંપનીનુ પલસર મોટરસાયકલ રજી GJ 12 EN 2947 કિ.રૂ. 30,000 એમ કુલ મળીને કી.રૂ.11,32,000 ના મુદામાલ સાથે બે ઇસમોને પકડી પાડી મજકુર ઇસમો વિરુધ્ધમા કાયદેસરની કાર્યવાહી કરી પાણસીણા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ કેસમાં પોલીસે સિકંદરભાઇ મામદભાઈ અધાભાઈ મોખા મીયાણા ઉ.વ.28, રહે ગામ નાના વરનોરા, કચ્છ ભુજ પોલીસ સ્ટેશન માધાપર અને રીયાજભાઇ અબ્બાસભાઇ મામદભાઇ મમણ મીયાણા ઉ.વ. 19, ગામ નાના વરનોરા, કચ્છ ભજ પોલીસ સ્ટેશન માધાપર અને ગફુરભાઈ મામદ નોતીયાર રહે ભુજ, ગાંધીનગર રેલવે સ્ટેશન પાસે, કચ્છ ભુજ તથા નદીમ અલીમામદભાઈ મોખા રહે ગામ નાના વરનોરા, કચ્છ ભુજની અટક કરવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.