વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ હિંમતનગરનાજોરાપુર ખાતે આવી પહોચતા, હિંમતનગર ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ ચાવડાનીઉપસ્થિતિમાં રથનુ ભવ્ય સ્વાગત કરાયું હતું - At This Time

વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ હિંમતનગરનાજોરાપુર ખાતે આવી પહોચતા, હિંમતનગર ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ ચાવડાનીઉપસ્થિતિમાં રથનુ ભવ્ય સ્વાગત કરાયું હતું


વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ હિંમતનગરના જોરાપુર ખાતે આવી પહોચતા, હિંમતનગર ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ ચાવડાની ઉપસ્થિતિમાં રથનુ ભવ્ય સ્વાગત કરાયું હતું    
...................
   સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના જોરાપુર ખાતે વંદે ગુજરાત વિકાસ રથ યાત્રાનું ગ્રામજનો દ્રારા કુમ-કુમ તિલક દ્રારા ભારતીય પરંપરા મુજબ સ્વાગત કરાયુ હતું. આ પ્રસંગે હિંમતનગર ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ ચાવડાએ ઉપસ્થિત રહી વંદે ગુજરાત વિકાસ રથને જોરાપુર ખાતે ઉત્સાહપૂર્વક આવકાર્યો હતો. 
     આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ ગ્રામજનોને જણાવ્યું હતું કે,  ગુજરાત સરકારે છેલ્લા ૨૦ વર્ષમાં શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને તમામ ક્ષેત્રે સર્વાંગી વિકાસ સાધ્યો છે અને હજુ પણ સરકારની કલ્યાણકારી યોજનાઓ નિરંતર ચાલી રહી છે ત્યારે સરકારની વિવિધ યોજનાઓનો લાભ જન જન સુધી પહોંચે તે માટે વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ ગામે ગામ ફરી રહ્યો છે.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વડપણ હેઠળ સરકારની વિવિધ યોજનાથી લોકોને વિકાસની નવી રાહ મળી છે. ૨૦ વર્ષમાં ગુજરાત સરકારે સમગ્રતયા વિકાસ સાધ્યો છે.
    આ પ્રસંગે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના કાર્ડ,MMY યોજનાના લાભાર્થીઓને કીટ,સૌથી વધુ દૂધ ભરાવતા પશુપાલકોને દૂધ ડેરી તરફથી હાઇબ્રીડ બિયારણની કીટ, લક્ષ્મીપુરાના અનુસૂચિત જાતિના લાભાર્થીઓને બાજરી બિયારણની કીટ વગેરે લાભો મહાનુભવોના 
હસ્તે લાભાર્થીઓને વિતરણ કરાયા હતા સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
        આ પ્રસંગે આરોગ્ય વિભાગ દ્વારા બોડી ચેકઅપ તથા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.   
     આ પ્રસંગે હિંમતનગર તાલુકા પંચાયત પ્રમુખશ્રી વિનોદભાઈ પટેલ, તાલુકા પંચાયત સદસ્યશ્રી  હિતેશભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી શ્રી મિલિંદભાઈ દવે, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રી વર્મા, મદદનીશ ઈજનેર સિંચાઈશ્રી મયંકભાઇ પટેલ, મુનપુર સરપંચ શ્રી. દેવુસિંહ ઝાલા જોરાપુર ગામના ગ્રામજનો વડીલો અગ્રણીઓ તથા આજુબાજુ ગામના અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

આબીદઅલી ભુરા
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.