વડોદરામાં રખડતા ઢોર રોડ વચ્ચે આવી જતાં . - At This Time

વડોદરામાં રખડતા ઢોર રોડ વચ્ચે આવી જતાં .


વડોદરાના મેયર કેયુર રોકડિયાને પ્રદેશ પ્રમુખ પાટીલે ટકોર કર્યા છતાં સ્થિતિ જૈશે થે મહિલાઓ રોડ પર ઘાયલ હતી અને રખડતા ઢોર પસાર થતાંના દ્રશ્યો પણ કેમેરામાં કેદ શહેરમાં દિવસેને દિવસે રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે . આજે સવારે તરસાલી રોડ પર ભેંસ વચ્ચે આવી જતાં ટુ - વ્હિલર પર જઇ રહેલા માતા અને પુત્રી પટકાતા તેમને ઇજાઓ થઇ હતી . બંનેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા . ઘટનાસ્થળે બે એમ્બ્યુલન્સ આવી વડોદરાના તરસાલી દંતેશ્વર રોડ પર બંસલ મોલની સામેથી આજે સવારે ટુ - વ્હિલર પર 47 વર્ષના ચેતનાબેન પંડ્યા અને તેમની 72 વર્ષિય માતા દેવીલાબેન જાની પસાર થઇ રહ્યા હતા . આ દરમિયાન અચાનક રોડ વચ્ચે ભેંસ આવી જતાં બંને રસ્તા પર પટકાયા હતા . જેમાં બંનેને ઇજાઓ થતાં આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી . જેથી ઘટનાસ્થળે બે એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી અને બંનેને સારવાર માટે સયાજી હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા . માતા - પુત્રી લોહીલુહાણ થઇ ગયા ભેંસ આડી આવી જતાં માતા અને પુત્રીની ઇજાઓ થઇ હતી . જેથી માતાના કપડા તો લોહીલુહાણ થઇ ગયા હતા . એમ્બ્યુલન્સ આવી ત્યારે પણ પુત્રીએ માતાની ચિંતા કરતા કહ્યું હતું કે તમે પહેલા મારી મમ્મીને જુઓ .
ઉમેશ ભાટીયા.વડોદરા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.