અભ્યાસના નામે ઘેરથી વારંવાર રૂપિયા મંગાવતી યુવતી બોયફ્રેન્ડ સાથે હોટલમાંથી પકડાઈ.
બેંગ્લોરમાં ઉચ્ચ અભ્યાસ કરવા માટે નીકળેલી છત્તીસગઢની યુવતી તેના બોયફ્રેન્ડ સાથે વડોદરાની હોટલમાં રહેતી હોવાની વિગતો મળતા તેના પરિવારજનો જબરજસ્તી લેવા આવ્યા હતા જેથી યુવતીએ અભયમની મદદ માંગતા મામલો પોલીસ સ્ટેશનને પહોંચ્યો છે . ના લાલ પ બેંગ્લોર ભણવા માટે નીકળી અને બોયફ્રેન્ડ સાથે વડોદરાની હોટલમાં રોકાઈ છત્તીસગઢની યુવતી ઉચ્ચ અભ્યાસ કરવા માટે બે મહિના પહેલા બેંગલોર ગઈ હતી . આ યુવતીને તેના પડોશમાં રહેતા યુવક સાથે પ્રેમ સંબંધ હતો . બેંગ્લોર ભણતી યુવતી છેલ્લા ચાર દિવસથી વડોદરા આવી હતી . યુવતીની સાથે તેનો બોયફ્રેન્ડ પણ વડોદરા આવ્યો હતો અને તેઓ એક હોટલમાં રોકાયા હતા . અભ્યાસના ખર્ચના નામે પિતા પાસે બે લાખ મંગાવ્યા પરપ્રાંતીય યુવતી તેના બોયફ્રેન્ડ સાથે બેંગ્લોરને બદલે વડોદરામાં રહેતી હોવાથી તેને આર્થિક મુશ્કેલી પણ પડતી હતી . જેથી આ યુવતીએ તેના પિતાનો સંપર્ક કરી અભ્યાસના ખર્ચના નામે રૂ બે લાખ મંગાવ્યા હતા . યુવતીની હરકત શંકાસ્પદ જણાતા તેના પિતા અને કાકા સહિતના પરિવારજનો વડોદરા આવ્યા હતા અને યુવતીને શોધી કાઢી હતી . યુવતીને વતનમાં જવું નહીં હોવાથી ઝપાઝપી થઈ , અભયમની મદદ લીધી યુવતી તેના પરિવારજનો સાથે વતનમાં પરત જવા માંગતી ન હતી . જેથી તેણે પરિવારજનો સાથે જવાનો ઇનકાર કરતા ઉગ્ર ચાલી થઈ હતી . એક તબક્કે સયાજીગંજ વિસ્તારમાં યુવતીને જબરજસ્તી લઈ જવા માંગતા પરિવારજનો સાથે ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા . આખરે યુવતીએ અભયમની મદદ લીધી હતી . યુવતીનું લોકેશન મળતું ન હતું , અભયમની એન્ટ્રી થઈ ત્યારે ખેંચતાણ ચાલતી હતી Vo ) LTE Titfill 85 % અભયમના સૂત્રોના જણાવ્યા મુજબ , યુવતીએ તેના પરિવારજનો વતનમાં લઈ જવા જબરદસ્તી કરી રહ્યા હોવાનો ફોન કરી અભયમ પાસે મદદ માગી હતી . પરંતુ તેણે પોતાનું લોકેશન નહીં આપતા અભયમની ટીમ અટવાઈ હતી . અભયમની ટીમે પોલીસની મદદ લઈ યુવતીનું લોકેશન ટ્રેસ કર્યું હતું અને સયાજીગંજના નાઈટ કાફે નજીક યુવતીને શોધી કાઢી હતી . આ વખતે બંને પક્ષે ખેંચતાણ ચાલી રહી હતી . અભયમ ની ટીમે કાઉન્સેલિંગ કર્યું હતું , પરંતુ વાત વધુ વણસે તેમ જણાતા બંને પક્ષોને સયાજીગંજ પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા . જ્યાં પોલીસ દ્વારા બંને પક્ષ સાથે વાતચીત ચાલી રહી છે .
ઉમેશ ભાટીયા.વડોદરા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.