નવા એગ્રી બિઝનેસ સેન્ટર સ્થાપવા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવા બાબત
નવા એગ્રી બિઝનેસ સેન્ટર સ્થાપવા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવા બાબત
ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પો લી. રાજ્ય સરકાર સંચાલિત સરકારી સાહસ છે જે ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાવાળી ખેત સામગ્રી સમયસર તેમજ વ્યાજબી ભાવે નજીકના સ્થળેથી મળી રહે તે સારું રાજ્યમાં 1300 થી વધારે એગ્રો સર્વિસ સેન્ટર એગ્રી બિઝનેસ સેન્ટરોનું સંચાલન કરે છે. જે સેન્ટરો રાસાયણિક ખાતરો, દવાઓ ,પ્રવાહી જૈવિક ખાતરોના વેચાણની તેમજ સરકારશ્રીની જુદી જુદી યોજનાઓની કામગીરી કરે છે. નવા એગ્રી બિઝનેસ સેન્ટર સ્થાપવા જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. આ અરજીપત્રક નિગમની હિંમતનગર કચેરી ખાતેથી તેમજ ગાંધીનગર ખાતેની વળી કચેરીથી ઓફિસ સમય દરમિયાન મળી રહેશે. વધુ માહિતી નિગમની વેબસાઈટ www.gaic.gov.in પરથી મળી રહેશે. એમ જી.એ.આઇ.સી. લિ હિંમતનગર સેન્ટર ઇન્ચાર્જ શ્રીની એક અખબારી આ યાદીમાં જણાવવામાં આવ્યું છે.
અહેવાલ આબિદઅલી ભુરા સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.