વૈષ્ણવોના વ્રજ સમા સુખધામ હવેલીના દર્શનાર્થે આવેલ ડભોઈના પત્રકારો પૂજ્ય શ્રી ડોક્ટર વાગીશકુમારજી મહારાજશ્રીના આશીર્વાદથી બન્યાં ભાવવિભોર - At This Time

વૈષ્ણવોના વ્રજ સમા સુખધામ હવેલીના દર્શનાર્થે આવેલ ડભોઈના પત્રકારો પૂજ્ય શ્રી ડોક્ટર વાગીશકુમારજી મહારાજશ્રીના આશીર્વાદથી બન્યાં ભાવવિભોર


રિપોર્ટ -નિમેષ સોની,ડભોઈ

વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં વૈષ્ણવોના વ્રજ સમાન સુખધામ હવેલી, જ્યાં યમુના નિકુંજ હવેલીમાં મૉ યમુનાજી, ગિરિરાજ ધામમાં પ્રભુ શ્રી ગોવર્ધન, સુખધામમાં પ્રભુશ્રી દ્વારકાધીશ, આમ, ત્રિવેણી સંગમરૂપે હવેલીમાં બિરાજમાન છે. ત્યારે ડભોઈના સેવાના ભેખધારી ‌અને પ્રખર પત્રકાર બાલકૃષ્ણ શાહ, અને વરિષ્ઠ સમાચારના પત્રકાર નિમેષ સોની, વિપુલ સોની‌ને ડભોઇ દશાલાડ સમાજના મીડિયા કમિટીના અગ્રણી અને સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર પૂર્વ ઝોનના મંત્રી રાજેન્દ્ર જે. શાહ - જબુગામવાલા દ્વારા ડભોઇથી આવેલા સાથી મિત્રોને હવેલીમાં વિસ્તૃત અલૌકિક માહિતી આપી હતી. પ્રભુશ્રી દ્વારકાધીશ ગોવર્ધનના પ્રભુ, મૉ યમુનાજી, અલૌકિક દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. ઉપરાંત હવેલી માં સાક્ષાત વલ્લભ સ્વરૂપ બિરાજમાન વલ્લભ કુલ ભૂષણ તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્ય પાદ ગોસ્વામી ૧૦૮ શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજશ્રીના આશીર્વાદ લઈને જાણે વ્રજની યાત્રાએ આવ્યાં હોય તેવો માહોલ પત્રકારોને થયો હતો અને ગુરુજીને સન્મુખ મળી આશિર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. એટલું જ નહીં પૂજ્યશ્રીએ દશૅનાથૅ આવેલા તમામનું ખેસ ઓઢાડી, સ્મૃતિ ચિન્હ દ્વારા વિશિષ્ટ સન્માન કર્યું હતું . પત્રકારોએ પણ પૂજ્યશ્રીના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ મેળવ્યાં હતાં. આમ, પત્રકારોએ મુલાકાત દરમિયાન રાજેન્દ્ર જે. શાહને જણાવ્યું હતું કે, હવેલીમાં વ્રજભૂમિ જેવું વાતાવરણ જોવા મળ્યું. ખરેખર સુખધામ નહીં ગયા તો કહી ભી નહિ ગયાં. વડોદરા શહેરમાં સાચે જ સુખધામ હવેલી વૈષ્ણવો માટે પૂર્વ વિસ્તારમાં યાત્રાધામ વ્રજધામ, ચારધામ તરીકે ઉભરી રહ્યું છે.


9428428127
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.