10 મી ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસની ઉજવણી શ્રી હાથસણી કુમાર પ્રાથમિક શાળા, તાલુકો વિછીયામાં કરવામાં આવી. શાળાના તમામ બાળકો, એમ.ડી.એમ.ના કર્મચારીઓ એસ.એમ.સી. સભ્યો, શાળાના શિક્ષકો હાજર રહીને વિશ્વ સિંહ દિવસના રોજ પ્રતિજ્ઞા લેવામાં આવી.જેમાં સિંહ વિશેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
10 મી ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસની ઉજવણી શ્રી હાથસણી કુમાર પ્રાથમિક શાળા, તાલુકો વિછીયામાં કરવામાં આવી. શાળાના તમામ બાળકો, એમ.ડી.એમ.ના કર્મચારીઓ એસ.એમ.સી. સભ્યો, શાળાના શિક્ષકો હાજર રહીને વિશ્વ સિંહ દિવસના રોજ પ્રતિજ્ઞા લેવામાં આવી.જેમાં સિંહ વિશેની વિસ્તૃત માહિતી આપવામાં આવી. એશિયાઈ સિંહોનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન એટલે ભારત દેશના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારના જુનાગઢ જિલ્લામાં ગીરમાં જોવા મળે છે. આ બાબતે સૌરાષ્ટ્રના લોકો ખૂબ ગર્વ અને ગૌરવ અનુભવે છે.બિલાડી કુળનું સૌથી મોટું પ્રાણી સિંહે સમૂહમાં રહે છે. તેના આ સમૂહને પ્રાઈડ કહેવામાં આવે છે.નરસિંહનું પ્રજનન ક્ષમતા તેના જીવનના ચોક્કસ સમયકાળમાં પ્રતિબંધિત હોય છે. સિંહના સમૂહનો નિશ્ચિત આવાસ વિસ્તાર હોય છે. જ્યાં સમૂહના તમામ સભ્યો નિર્ભયતાથી વિહરી શકે છે.એશિયાઈ સિંહની હાજરી તથા અવરજવર વાળો વિસ્તાર "એશિયાટીક લાયન લેન્ડસ્કેપ" તરીકે ઓળખવામાં આવે છે. વર્તમાન સમયમાં સિંહ ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાત રાજ્ય દ્વારા સાચવવામાં આવે છે.
સાવજ વિશેની ગેરમાન્યતાઓ
1-સિંહ એ આરસુ પ્રાણી છે. વાસ્તવિકતા-સિંહ કે આરસુ પ્રાણી નથી.સિંહ એ મોટાભાગે સાંજ થયા બાદ સક્રિય થાય છે અને દિવસના સમયે આરામ કરે છે.
2-સિંહ એ માનવભક્ષી છે. વાસ્તવિકતા-સિંહ એ માનવભક્ષી નથી. સિંહમાં માંસાહારી પ્રાણી છે. તેનો મુખ્ય આહાર ચિત્તલ, સાંભર, જંગલી ભૂંડ, નીલગાય તેમજ પાલતુ પશુ વગેરે છે. માનવીય હસ્તક્ષેપ વધી જવાથી અને તેને નુકસાન પહોંચે તેવી પરિસ્થિતિ સર્જાય તો જ સિંહ (સાવજ) માણસને નુકસાન પહોંચાડી શકે છે.
3-સિંહ એકલો રહે છે. વાસ્તવિકતા-સિંહ સમૂહમાં રહે છે. જેમાં એક કે બે નર અને ચાર થી છ માદા અને તેના બચ્ચા હોય છે.
4-એશિયાઈ સિંહ સાસણ ગીરમાં રહે છે. વાસ્તવિક-એશિયાઈ સિંહની કુલ સંખ્યા 15મી સિંહ વસ્તી અંદાજ મુજબ 674 છે અને તે ગીર સિંહ અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન તેમજ જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર વગેરે જિલ્લાના વિસ્તારોમાં અસ્તિત્વ ધરાવે છે. જેવી માહિતી શાળાના શિક્ષક શ્રી અશોકભાઈ દ્વારા આપવામાં આવી હતી.એમ.ડી.એમ. સંચાલક શ્રી સામતભાઈ ઘુઘલ, આચાર્યશ્રી વિનોદભાઈ સોલંકી પણ હાજર રહ્યા,તથા વિશ્વસિંહ દિવસનાં પ્રોગ્રામ બાળકોને જ્ઞાનકુંજ પ્રોજેક્ટ દ્વારા બતાવવામાં આવ્યો જેમાં શ્રી ડેનિશકુમાર હિરપરા દ્વારા ચારણ કન્યા કવિતા વિશે વિસ્તૃત માહિતી દર્શાવતો વિડીયો બતાવી બાળકોને પ્રકૃતિનું મહત્વ સમજાવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.