રાજકીય પક્ષોને દાન આપવાના બહાને કાળું નાણું ભેગું કરતા રાજ્યના 30 હજાર ટેક્સચોરને નોટિસ ફટકારાશે
રાજકીય પાર્ટીને ડોનેશનનો ચેક અપાતો, પાર્ટી 10 ટકાથી વધુ કમિશન લઈ રોકડ આંગડિયાથી પરત આપી દેતી
ગત બુધવારે દેશભરમાં રાજકીય પાર્ટીઓ પર દરોડા પાડ્યા હતા. જેમાં કરોડો રૂપિયાની ટેક્સચોરી બહાર આવી છે. આ દરોડા પાડ્યા બાદ આવકવેરા વિભાગ પાસે રાજકીય પક્ષોને ડોનેશન આપનારાના નામ પહોંચ્યા છે. તપાસ પરથી માલૂમ પડ્યું છે કે, 30 ટકા ટેક્સથી બચવા માટે રાજકીય પાર્ટીઓને નોકરિયાત વર્ગ ડોનેશન આપતા હતા. તેમાંથી 10 ટકા કમિશન કાપી લઇને બાકીની રકમ ડોનેશન આપનારને આંગડિયા મારફત નાણાં મોકલી દેવાતા હતા. આ કૌભાંડમાં રાજકીય પક્ષો અને ટેક્સ કન્સલ્ટન્ટની ભૂમિકા બહાર આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.