રખડતા પશુ પકડાયા તો 3000 દંડ, પ્રતિ દિવસ 1000 ચાર્જ અલગથી લાગશે - At This Time

રખડતા પશુ પકડાયા તો 3000 દંડ, પ્રતિ દિવસ 1000 ચાર્જ અલગથી લાગશે


નોંધાયા વગરનું ઢોર પકડાશે તો પરત અપાશે નહિ, જે માલિકીનું ઢોર છે તે સાત દિવસ સુધી નહિ છોડાવાય તો કાયમી જપ્ત

​​​​​​​પશુપાલકોએ દંડના ઘટાડાની માંગ કરી પણ રાજ્ય સરકારે જ દર નક્કી કર્યા હોવાથી મહાનગરપાલિકા રહી મક્કમ

રાજકોટ મહાનગરપાલિકાએ આખરે નવી ઢોર પકડ પોલિસીને અપનાવી છે. સ્ટેન્ડિંગ કમિટીએ લીલીઝંડી આપી દેતા હવે જનરલ બોર્ડમાંથી દરખાસ્ત પસાર થશે. દરખાસ્ત પહેલી વખત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મુકાતા તેનો વિરોધ થયો હતો અને શાસકોએ પશુપાલકોને સાંભળવાનો સમય આપ્યો હતો જોકે તેમાં દંડ ઘટાડવાની વાત આવી હતી પણ રાજ્ય સરકારે જ દંડની રકમ નક્કી કરી હોવાથી તેમાં કોઇ ફેરફાર શક્ય ન હોવાથી ફરી મળેલી સ્ટેન્ડિંગમાં મંજૂરી આપી દેવાઈ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.