મોબાઇલ ચોરીનું આળ નાખનાર મિત્રને બીજા મિત્રએ મોતને ઘાટ ઉતાર્યો
ભાટમાં આવેલા પીરહાઉસિંગમાં 2 યુવકો વચ્ચે મોબાઇલ ચોરી બાબતે માથાકૂટ ચાલતી હતી. ગત રોજ ગામમાં આવેલી દરગાહની બાજુમાં રહેતી બંગાળી યુવકનો મોબાઇલ 3 દિવસથી ગુમ હતો. જેને લઇને ગામમાં રહેતા તેના મિત્ર પાસે મોબાઇલ માંગતો હતો અને તેના દ્વારા ચોરી કરાઈ હોવાનુ આળ નાખવામાં આવ્યુ હતુ. જેને લઇને યુવક એકાએક ઉશ્કેરાઇ ગયો હતો અને તેના ઘરમાંથી છરી લાવી પેટમાં મારી દીધી હતી. આ બાબતની જાણ અડાલજ પોલીસને થતા ટીમ બનાવ સ્થળે દોડી ગઇ હતી અને હત્યારા સામે કાર્યવાહી હાથ ધરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.