બોટાદ ખાણ ખનીજ વિભાગના બે કર્મચારીઓ ઉપર ખનીજ માફિયાએ કર્યો હુમલો - At This Time

બોટાદ ખાણ ખનીજ વિભાગના બે કર્મચારીઓ ઉપર ખનીજ માફિયાએ કર્યો હુમલો


બોટાદ ખાણ ખનીજ વિભાગના બે કર્મચારીઓ ઉપર ખનીજ માફિયાએ કર્યો હુમલો

બંને કર્મચારીઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા

બોટાદ ખાણ ખનીજ વિભાગના સુપરવાઇઝર સચિનભાઈ પટેલ અને નિમેશભાઈ વરમોરા બંને પર બોટાદના ગઢડા રોડ પર લક્ષ્મીનારાયણ સોસાયટીના ગેટ પાસે ૬ જેટલા શખ્સો કારમાંથી ઉતરી લાકડી વડે હુમલો કરી નાસી છુટયા હતાં. સચિનભાઈ પટેલ અને નિમેશભાઈ વરમોરાને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ખનીજ વિભાગ ના સુપરવાઇઝર સચિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, બરવાળા ગામેથી અગાઉ ખનીજ ચોરી કરેલ ગાડી પકડી હતી. જેની દાઝ રાખીને વિપુલ નામનો શખ્સ અને બીજા પાંચ લોકો કાર લઈને આવી આવ્યા અમે ગઢડા રોડ પર લક્ષ્મીનારાયણ સોસાયટીના ગેટ પાસે સરકારી ગાડીની રાહ જોતા ઉભા હતા તેવામાં હોકી સાથે અમારી બંને ઉપર હુમલો કરી નાસી છૂટયા હતા.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.