નવહથ્થા હનુમાનજી મંદિર ના દર્શનાર્થે પાળીયાદ જગ્યા ના સંચાલક શ્રી ભયલુબાપુ
આજરોજ બોટાદ હરણકુઈ વિસ્તારમાં આવેલ સેંકડો વર્ષ પ્રાચીન શ્રી નવહથ્થા હનુમાનજી મંદિર ખાતે પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુ પાળીયાદ જગ્યા ના સંચાલક અને સંતો મહંતો ના કાઈમીક આમંત્રિત મેહમાન એવા શ્રી ભયલુબાપુ દર્શનાર્થે પધાર્યા હતા. સૌપ્રથમ શ્રી નવહથ્થા હનુમાનજી મહારાજ ના દર્શન કરી , મહંત શ્રી નિર્મળાનંદ સરસ્વતીજી મહારાજ ની મુલાકાત કરી હતી ત્યારબાદ ગૌશાળા અને સંતો ની સમાધી ના દર્શન કરી,નવ નિર્માણ બની રહેલ સુંદર બગીચાની મુલાકાત લીધી, પાળીયાદ જગ્યા ના સંચાલક શ્રી ભયલુબાપુને દર્શન રૂપી અચાનક આવતા જોઈ શ્રી નવહથ્થા હનુમાનજી મંદિર ના સેવકો અને બાળકો માં હરખ ની લાગણી ઉદભવી હતી.
રિપોર્ટર:ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.