ધોરણ ૧૦ ની બોર્ડની પરીક્ષાનો અંતિમ દિવસ
*ધોરણ ૧૦ ની બોર્ડની પરીક્ષાનો અંતિમ દિવસ*
***************
*હિન્દી વિષયમાં ૧૧૬૭૦ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી*
***************
સાબરકાંઠા જિલ્લામાં ધોરણ ૧૦ બોર્ડની પરીક્ષાના છેલ્લા દિવસે સંસ્કૃત વિષયમાં કુલ ૮૯૩૯ વિધ્યાર્થીઓ પૈકી ૮૭૦૧ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ૨૩૮ વિધ્યાર્થીઓ ગેર હાજર રહ્યા હતા. જેમાં ગુજરાતી માધ્યમમાં ૮૩૪૯ અને અંગ્રેજી માધ્યમમાં ૩૫૨ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. હિન્દી (દ્વિતીય ભાષા)માં ૧૨,૧૩૫ વિધ્યાર્થીઓ પૈકી ૧૧૬૭૦ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. અરેબિકમાં ૧૯૦ વિધ્યાર્થીઓ પૈકી ૧૮૪ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જ્યારે ૦૬ વિધ્યાર્થીઓ ગેર હાજર રહ્યા હતા. સિંધીમાં ૦૪ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પુરોહિતમમાં ૧૬ વિધ્યાર્થીએ પરીક્ષા આપી હતી. બ્યુટી એન્ડ વેલનેસમાં ૨૩ અને અપેરલ મેડ અપ એન્ડ હોમ ફીનીશીંગમાં ૫૯ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના સસ્કૃતમાં ૮૪૫૬ વિધ્યાર્થીઓ પૈકી ૮૩૧૯ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ૧૩૭ વિધ્યાર્થીઓ ગેર હાજર રહ્યા હતા. પૌરહિત્યમમાં ૨૦ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. અરેબિકમાં ૪૦ વિધ્યાર્થીઓ પૈકી ૩૯ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. એમ જિલ્લા પરીક્ષા કંટ્રોલ રૂમની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.