મકાન ભાડે આપવા મામલે બે પડોશીઓ વચ્ચે છરી અને ધોકાથી મારામારી: ત્રણ ઘાયલ - At This Time

મકાન ભાડે આપવા મામલે બે પડોશીઓ વચ્ચે છરી અને ધોકાથી મારામારી: ત્રણ ઘાયલ


ચુનારાવાડ શેરી નં.1માં મકાન ભાડે આપવા અને મશ્કરી કરવા મામલે બે પડોશીઓ વચ્ચે છરી અને ધોકાથી બઘડાટી બોલતા પિતા-પુત્ર સહિત ત્રણ યુવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવારમાં ખસેડાયા હતા. બનાવ અંગે જાણ થતાં થોરાળા પોલીસ દોડી ગઇ હતી.
પ્રાપ્ત વિગત મુજબ કાલાવડ રોડ પર એ.જી.ચોકમાં આર.એમ.સી. કવાર્ટરમાં રહેતો ઇમરાન ઇબ્રાહીમ ખુરેશી (ઉ.વ.18) ગઇ કાલે રાતે બે વાગ્યાની આસપાસ ચુનારાવાડ શેરી નં.1માં આવેલ પોતાના જુના મકાન બહાર મિત્રો સાથે બેઠો હતો ત્યારે ધસી આવેલ પ્રતાપ, તેનો પુત્ર પ્રેમ અને પત્ની જીતુબેને તારે મારૂ મકાન અમને જ ભાડે આપવું પડશે કહી ઝઘડો કરી યુવાન પર છરી વડે હુમલો કરતાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવારમાં ખસેડાયો હતો.
જ્યારે સામાપક્ષે પ્રતાપભાઇ કનકભાઇ કારેન્ગા (ઉ.વ.44) અને તેનો પુત્ર પ્રેમ કારેન્દા (ઉ.વ. 18, રહે. બંને મનહરપરા શેરી નં.8) સીવીલ હોસ્પીટલમાં ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડાયા હતો. વધુમાં ઇજાગ્રસ્ત પ્રતાપભાઇએ જણાવ્યું હતું કે, ગઇકાલે તેઓ ઇમરાન સાથેચોકમાં બેઠા હતા ત્યારે મશ્કરી કરવા મામલે ઝઘડો થયા બાદ તેઓ ઘરે આવી સુઇ ગયા હતા, બાદમાં મોડી રાતે અઢી વાગ્યે ઇમરાને તેની ડેલી ખખડાવી હતી.
બાદમાં તેઓની પત્નીએ ડેલી ખોલતા ઇમરાને કહ્યું હતું કે તમારા પતિને બહાર બોલાવો જેથી તેણે ઘરમાં તેઓ સુતા છે તેવું કહેતા ઇમરાન અને તેની સાથેના અજાણ્યા શખ્સો ઘરમાં ઘુસી ગયા હતા અને તેમને ઘરમાંથી ખેંચી ચોકમાં બહાર લઇ જઇ તેની સાથેના અન્ય શખ્સો સાથે મળી છરી અને ધોકાથી હુમલો કર્યો હતો. તેમને બચાવવા વચ્ચે પડેલા તેના પુત્ર પ્રેમ અને પત્ની જીતુબેનને પણ માર માર્યો હતો. બનાવ અંગેથોરાળા પોલીસે બંને પક્ષોના નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.