સમર્પણ સર્વોદય સંગઠન દ્વારા યોજાયો સૈનિક સાથે સંવાદ કાર્યક્રમ
આજ રોજ તારીખ 14 ડિસેમ્બર 2023 ના રોજ ભચાઉ ખાતે શ્રી લેવા પાટીદાર બોર્ડિંગ સંચાલિત શ્રી વાણી વિનાયક કોલેજ અને શ્રી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક નાં સહકાર થી શાળાનાં સભાખંડમાં સમર્પણ સર્વોદય સંગઠન દ્વારા સૈનિક સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમનો હેતુ સમજાવતા સમર્પણ સર્વોદય ટ્રસ્ટના પ્રમુખ શ્રી ખીમજીભાઇ કાંઠેચાએ જણાવ્યું કે 15 થી 20 વર્ષના વિદ્યાર્થીઓમે સૈનિકની જીવન શૈલીની સમજ મળે તેમજ જે વિદ્યાર્થી સૈનિક બનવાના સ્વપ્ન જોઈ રહ્યા છે તેમને શું શું કાળજી રાખવી જોઈએ તેની માહિતી મળી રહે તેના માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમમાં પાંચ નિવૃત્ત સૈનિકશ્રીઓ શ્રી રણછોડભાઈ ફ્ફલ - બંધડી, શ્રી ચંદ્રસિંહ વાઘેલા - ભચાઉ, શ્રી બળવંતસિંહ વાઘેલા - કીડીયાનગર, શ્રી રાણાભાઇ શામળીયા - કણખોઈ શ્રી લાલજીભાઈ મુછડીયા - આધોઈ તેમજ વર્તમાન સમયમાં ઇન્ડિયન આર્મીમાં સેવા આપતા ભચાઉ તાલુકાના મનફરા ગામના સપૂત શ્રી રાજેશભાઈ પીરાણા જેવો ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ભારત વતી શાંતિ સ્થાપવા માટે સેવા બજાવી આવેલા શ્રી રાજેશભાઈ જણાવેલ કે હું ભચાઉની આજ સરકારી હાઈસ્કૂલનું વિદ્યાર્થી છું અને 12 વર્ષથી ઇન્ડિયન આર્મીમાં સેવારત છૂં આર્મીમાં ભરતી થવા માટે શરીરમાં કોઈપણ જાતનું ટેટુ કે કટ નાં હોવો જોઈએ તેમજ સૌપ્રથમ ફિઝિકલ ટેસ્ટ ત્યારબાદ મેડિકલ ટેસ્ટ અને ત્યારબાદ લેખિત કસોટી પાસ કરવાની હોય છે આ ઉપરાંત માજી સૈનિકશ્રીઓ દ્વારા પોતાના અનુભવ જણાવેલ તેમજ આ શાળાના વિદ્યાર્થીઓને જો સૈનિકમાં ભરતી થવાની ઈચ્છા હશે તો અમો દર દર અઠવાડિયે એક દિવસ આવીને પ્રેક્ટિસ કરાવીશું તેમજ તાલીમ આપીશું આ નિર્ણયને સંસ્થાના ટ્રસ્ટી શ્રી ભરતભાઈ કાવત્રા, શ્રી દિનેશભાઈ સાહેબ અને શ્રી પંડિત સાહેબે આવકાર્યો હતો વિદ્યાર્થી દ્વારા સૈનિકો સાથે સીધા સંવાદ દ્વારા સવાલ જવાબ દ્વારા માહિતી મેળવી તેમજ સૈનિક ની સેવા ભાવનાને બિરદાવેલ, કાર્યક્રમનું સંચાલન શ્રી રુચિરભાઈ વૈષ્ણવ દ્વારા કરવામાં આવેલ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી પેથાભાઈ ફફલ, શ્રી નાનજીભાઈ ચૌહાણ, શ્રી આકાશભાઈ ફફલ, શ્રી હસમુખભાઈ બઢિયા, શ્રી રાજેશભાઈ શ્રીમાળી વગેરે વ્યવસ્થામાં સહયોગી થયેલ આ કાર્યક્રમના આયોજન બદલ શાળા પરિવારના શિક્ષિકા દીપાબેન ખેસકવાણી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવેલ
9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.