પક્ષીઓના અનુકુલન માટે વોકઇન એવિયરી 29 ઓક્ટોબર સુધી બંધ - At This Time

પક્ષીઓના અનુકુલન માટે વોકઇન એવિયરી 29 ઓક્ટોબર સુધી બંધ


કમાટીબાગની નવી વોકઇન એવિયરીનું શનિવારે લોકાર્પણ કરવામાં આવ્યું હતું . જોકે મુલાકાતીઓ માટે વોકઇન એવિયરી ખુલ્લી ન મૂકવામાં આવતાં પક્ષીપ્રેમી મુલાકાતીઓને નિરાશ થવાનો વારો આવ્યો છે . પણ મંગળવારે ઝૂ સત્તાધીશોએ સ્પષ્ટતા કરી છે કે , આ એવિયરી ઓછામાં ઓછું 29 મી ઓક્ટોબર , શનિવાર સુધી તો બંધ જ રહેશે . એટલું જ નહીં શનિવાર બાદ પણ કેટલાક વધુ દિવસો પણ એવિયરી બંધ રાખવી પડે તેવી શક્યતા નકારી શકાય નહીં . ડાયરેક્ટર નવી વોકઇન એવિયરી બંધ રાખવા પાછળનું કારણ આપતા ઝૂ ડો . પ્રત્યુષ પાટણકરે કહ્યું કે , ‘ આ પક્ષીઓ વિદેશી છે , વડોદરાના - ઝૂના વાતાવરણ સાથે તેમને અનુકુલન સાધતા સમય લાગશે . આ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના માપદંડો - ગાઇડલાઇન મુજબનું જ છે . હાલમાં આ પક્ષીઓની સ્થિતિ પર પાંચ કર્મચારીઓની ટીમ સવારથી સાંજ સુધી નજર રાખે છે . આ પક્ષીઓની વર્તણૂંક , તેમના આરોગ્યની સ્થિતિ અને ખોરાકની સ્થિતિનું સતત મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે . આ માટે શનિવાર સુધી તો એવિયરી બંધ જ રાખવી પડે તેમ છે . ’ ઉલ્લેખનીય છે કે , નવી વોકઇન એવિયરીમાં રૂ .80 લાખના પક્ષીઓ લાવવામાં આવ્યાં છે . આ સ્થિતિમાં તેમના આરોગ્યની સલામતી પણ રાખવી પડે તેમ છે . સૂત્રોના જણાવ્યા મુજબ શરૂઆતમાં મર્યાદિત મુલાકાતીઓને પ્રવેશ આપવામાં આવે તો પણ નવાઇ નહીં . જેથી પક્ષીઓ ધીમે ધીમે મુલાકાતીઓથી ટેવાઇ જાય . અચાનક સંખ્યાબંધ મુલાકાતીઓને જોઇને પક્ષીઓ ચિડિયા બને તેવી શક્યતા છે . જોકે આ બાબતને સત્તાવાર સમર્થન નથી .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.