સમસ્ત મહાજન દ્વારા ‘સેવ બર્ડ્સ કેમ્પેઈન’ અંતર્ગત મકરસંક્રાંતિ પર ઘવાયેલ પક્ષીઓની સારવાર અંગે તબીબી માર્ગદર્શન માટે રાષ્ટ્રીય વેબિનારનું આયોજન - At This Time

સમસ્ત મહાજન દ્વારા ‘સેવ બર્ડ્સ કેમ્પેઈન’ અંતર્ગત મકરસંક્રાંતિ પર ઘવાયેલ પક્ષીઓની સારવાર અંગે તબીબી માર્ગદર્શન માટે રાષ્ટ્રીય વેબિનારનું આયોજન


સમસ્ત મહાજન દ્વારા ‘સેવ બર્ડ્સ કેમ્પેઈન’ અંતર્ગત મકરસંક્રાંતિ પર ઘવાયેલ પક્ષીઓની સારવાર અંગે તબીબી માર્ગદર્શન માટે રાષ્ટ્રીય વેબિનારનું આયોજન

 સમગ્ર ભારતમાંથી વેટરનરી ડોક્ટર્સ, જીવદયાપ્રેમીઓ જોડાશે

 

સમસ્ત મહાજન દ્વારા ‘સેવ બર્ડ્સ કેમ્પેઈન’ અંતર્ગત મકરસંક્રાંતિ પર ઘવાયેલ પક્ષીઓની સારવાર અંગે તબીબી માર્ગદર્શન માટે રાષ્ટ્રીય વેબિનારનું આયોજન સમગ્ર ભારતમાંથી વેટરનરી ડોક્ટર્સ, જીવદયાપ્રેમીઓ જોડાશે સમગ્ર રાષ્ટ્રમાં દર વર્ષે મકરસંક્રાંતિનાં પવિત્ર દિવસે કાતીલ ચાઈનીઝ દોરાથી અનેક લોકોનાં ગળા કપાઈ જાય છે જેના લીધે રાષ્ટ્રમાં મૃત્યુ નિપજવાનાં ઘણા બનાવો બને છે તેમજ હજારો પક્ષીઓની પાંખ પણ કપાઈ જાય છે, મૃત્યુ પામે છે. પાંખ કપાઈ જવાથી કુદરતનાં ખોળે મુકત રીતે વિહરતા નિર્દોષ પક્ષીઓ આજીવન ઉડી શકતા નથી. ઘણા વર્ષોથી ચાઈનીઝ દોરાનાં વેંચાણ, સંગ્રહ અને ઉડાડવા પર પ્રતિબંધ મુકવામાં આવે છે તેમજ ચાઈનીઝ તુકકલ, સ્કાય લાલટેન પર પણ પ્રતિબંધ મુકાય છે છતાં ઘણીવાર ખુલ્લેઆમ વેંચાણ અને સંગ્રહ થતો હોય છે. ચાઈનીઝ તુકકલથી પણ આગનાં ઘણા બનાવો બન્યા છે જેના લીધે લોકોનાં જાનમાલને વ્યાપક પ્રમાણમાં નુકશાન થાય છે.સમસ્ત મહાજન દ્વારા મકરસંક્રાંતિ સમયે ઘવાયેલ પક્ષીઓની સારવાર અંગે તબીબી તથા અન્ય માર્ગદર્શન વિષય પર વેબીનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ વેબીનારમાં આણંદ યુનિવર્સીટીનાં વેટરનરી સર્જરી અને રેડિયોલોજી ડીપાર્ટમેન્ટનાં હેડ અને પ્રોફેસર ડૉ. પી. વી પરીખ, ભારત સરકારનાં એનીમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાનાં સભ્ય અને સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ગિરીશ શાહ, ભારત સરકારનાં પશુપાલન અને ડેરી મંત્રાલયનાં નેશનલ એડવાયઝરી કમિટીનાં સભ્ય મિત્તલ ખેતાણી વિષયોક્ત માર્ગદર્શન આપશે. આ વેબિનાર 3 તારીખે, બુધવારનાં રોજ રાત્રે 9 વાગ્યે રાખવામાં આવ્યો છે. આ વેબિનાર સમસ્ત મહાજનનાં ફેસબુક પેઈજ https://www.facebook.com/samast.mahajan અને કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઈન – રાજકોટનાં ફેસબુક પેઈજ https://www.facebook.com/samast.mahajan પર લાઈવ કરવામાં આવશે. સૌ ને આ વેબીનારમાં જોડાવા તેમજ વિશેષ માહિતી માટે સમસ્ત મહાજનનાં પરેશ શાહ (મો. 9819301298) અને પ્રતિક સંઘાણી (મો. 99980 30393) દ્વારા વિનંતી કરવામાં આવી છે.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.