ગોસા(ઘેડ) ગામે પ્રાથમિક પે.સે.શાળામાં ૭૫માં પ્રજાસત્તાક દિનની રંગારંગ કાર્યક્રમ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી
ગોસા(ઘેડ) પોરબંદર તા.૨૭/૦૧/૨૦૨૪
પોરબંદર સોમનાથ નેશનલ હાઈવે રોડ પર આવેલ પોરબંદર તાલુકના ગોસા(ઘેડ) ગામે આવેલ પ્રાથમિક પે.સેન્ટરશાળાના પટાંગણ માં પ્રજાસત્તાકના ૭૫ માં પર્વ ની ઉત્સાહ પુર્વક આન-બાન-શાનથી ઉજવણી કરવામાં આવી હતી.
પોરબંદર તાલુકાના ગોસા(ઘેડ)ગામે આવેલ પ્રાથમિક પે.સે.શાળાના વિધ્યાર્થીઓ દ્રારા શાળાના પટાંગણમાં ૭૫માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના કાર્યક્રમમાં “દિકરીની સલામ દેશને નામ” અંતર્ગત ગોસા(ઘેડ) ગામની ઉચ્ચ કક્ષા સુધી શિક્ષણ પ્રાપ્ત કરેલ દિકરી કાજલબેન મેરૂભાઈ ઓડેદરાના વરદ હસ્તે ૭૬ માં પ્રજાસતાક પર્વના ધ્વજ્વંદન કરવામા આવ્યુ હતું. ૭૫માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગોસા(ઘેડ) ગામના સરપંચ વાઘાભાઈ કોડીયાતર,ઉપ સરપંચ પોલાભાઈ આગઠ, સામાજીક કાર્યકર અને પત્રકાર વિરમભાઈ આગઠ,પે.સે. ગોસા(ઘેડ) શાળાના આચાર્ય રામભાઈ આગઠ તેમજ શિક્ષક સ્ટાફ ગણ ,ગોસા(ઘેડ) ગામની ઉચ્ચ કક્ષા સુધી શિક્ષણ પ્રાપ્ત કરેલ દિકરી કાજલબેન મેરૂભાઈ ઓડેદરા,હરિજન આગવાન વેજાભાઈ શિંગરખીયા સહિતના વિશાળ સંખ્યામાં ગોસા(ઘેડ)ના ગ્રામજનો ઉપસ્થિત રહી પ્રજાસતાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં સહભાગી થયા હતા.
કાર્યક્રમની શરૂઆત વંદેમાત્તરમના નારા સાથે રાષ્ટ્રીયગીત દ્ર્રારા કરવામાં આવેલ. ત્યારબાદ રાષ્ટ્રીય પર્વ નિમિતે ગોસા(ઘેડ) પે.સે.શાળાના ના વિધ્યાર્થીઓ તેમજ વિધ્યાર્થિનીઓ દ્રારા અવનવા વિવિધ સાંસ્કુતિક કાર્યક્રમો મા દેશભક્તિ ગીતો,વિધ્યાથી સ્પીચ, રાસગરબા, પિરામીડ સહિતના અવનવા રંગારંગ કાર્યક્રમો રજુ કર્યા હતા. આ રાષ્ટ્રીય પર્વ નિમિતે ગોસા(ઘેડ) ગામના ઉપ સરપંચ પોલાભાઈ આગઠે રાસગરબા રમતી બાળાઓને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ. જ્યારે ઉચ્ચ કક્ષા સુધી શિક્ષણ પ્રાપ્ત કરેલ અને ગૌરવ મેળવેલ તેમજ જેમના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયેલ એવાં કાજલબેન ઓડેદરાને સરપંચ વાઘાભાઈના વરદ હસ્તે સન્માન પત્ર એનાયત કરી પ્રોત્સાહીત કરતાં હજુ પણ અભ્યાસમાં વધુ પ્રગતિ કરો તેમજ ગામની અન્ય દિકરીઓ માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છો તેમજ દિકરીઓ માટે દિવાદંડી આપને સન્માન કરતાં શાળા પરિવાર વ્યવસ્થાપન સમિતિ તેમજ ગોસા ગામ ગૌરવની લાગણી અનુભવે છે અને આપ આપના જીવનમાં પ્રગતિ કરતા રહો તેવી શુભકામના શુભેચ્છા પાઠવી હતી.સમગ્ર કાર્યક્રમના અંતે શાળાના વિધ્યાર્થીઓને બિસ્કીટના પેકેટ આપી મીઠા મોઢા કરાવ્યા હતા.સમગ્ર કાર્યક્રમનુ સુંદર સંચાલન ધોરણ ૮ ની વિધ્યાર્થિની જયશ્રી ઓડેદરા અને પુર્વા કોડીયાતરએ કર્યુ હતું.
પ્રેસ રિપોર્ટર: વિરમભાઈ કે. આગઠ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.