પ્રેમસંબંધ મામલે રાજકોટના યુવકને મારમારી કારમાં અપહરણ: પોલીસે ફિલ્મીઢબે પીછો કરી યુવકને છોડાવ્યો
પ્રેમસંબંધ મામલે રાજકોટના ગોકુળધામ ક્વાર્ટરમાં રહેતાં હાર્દિક નામના યુવકને ફોર્ચ્યુનર કારમાં ઘસી આવેલ સાત શખ્સોએ મારમારી તેનું કારમાં અપહરણ કરી નાસી છૂટતાં માલવીયાનગર પોલીસ હરકતમાં આવી ગઈ હતી અને કારનો ફિલ્મીઢબે પીછો કરતાં આરોપીઓ યુવકને ગોંડલ નજીક ઉતારી નાસી છૂટ્યા હતાં. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.
બનાવ અંગે રાજકોટમાં ગોકુળધામ ક્વાર્ટરમાં રહેતાં ભૌમીકભાઈ પ્રવીણભાઇ સોલંકી (ઉ.વ.23) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે પરીયો ગઢવી, મેટિયો, અમરદીપ ઝાલા, જયલો, રાધે કોળી અને અજાણ્યાં બે શખ્સોના નામ આપતાં માલવીયાનગર પોલીસે અપહરણ, રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તે બે ભાઈ અને બે બહેનો છે. જેમાં સૌથી મોટો ભાઇ હાર્દિક (ઉ.વ.24) છે. તેમની માતા જ્યોત્સનાબેન હોસ્પીટલમાં કચરાપોતા કરે છે અને તેમના પિતા છેલ્લા ત્રણેક વર્ષથી અલગ રહે છે. ગઇ તા.26/06/2024 ના રાત્રીના આઠેક વાગ્યે તે તેમના ગેરેજનુ કામ કરી ઘરે પરત આવેલ અને તેમનો ભાઈ હાર્દીક ક્વાટર નીચે ઉભો હતો અને ત્યારે એક સફેદ કલરની ફોર્ચ્યુનર કાર આવેલ અને જેમાંથી પુનીતનગરમાં રહેતો પરીયો ગઢવી, મેટીયો , અમરદિપ ઝાલા, જયલો અને રાધે કોળી અને બે અજાણ્યાં શખ્સો લોખંડના પાઈપ અને ધોકા લઇ નીચે ઉતરેલ હતાં.
જેમાંથી પરીયો તેમના ભાઇ હાર્દિક પાસે આવેલ અને બન્ને વાત કરતા હતા ત્યારે હાર્દિક બોલેલ કે, તું મને મારવા આવેલ છો તો, મારી જ લે જેથી પરીયાએ કહેલ કે, તું ગાડિમાં ચાલ બેસી જા જેથી હાર્દિકએ ના પાડતા
તમામ આરોપીએ ભેગા મળીને હાર્દિકને ધરારીથી કારમાં બેસાડેલ અને તેને ત્યારે આરોપીઓ ઢીકા પાટાથી માર મારી ગાડિમાં બેસાડતા હતા અને ત્યારે ફરિયાદી તેના ભાઇ હાર્દિકને છોડાવા જતા પરીયા ગઢવીએ ધોકો ઝીંકતા તે ત્યાંથી ભાગી ગયો હતો.
તેમજ આરોપીઓએ કહેલ કે, જો તુ વચ્ચે આવીશ તો તુ પણ મરી ગયો માનજે તેમ કહેતાં તે ક્વાટરમાં ઉપર ચડી ગયેલ અને ત્યાંથી જોયેલ તો આરોપી ભેગા મળીને તેના ભાઈ હાર્દિકને કોઈ ઇરાદો પાર પાડવા અપહરણ કરી પરીયા ગઢવીએ મુંઢ માર મારીને તેની નજર સામે અપહરણ કરી નાસી છૂટ્યા હતાં.
બનાવ અંગેની ફરીયાદ પરથી માલવીયાનગર પોલીસ હરકતમાં આવી ગઈ હતી અને પીઆઈ જે.આર. દેસાઈ, એમ.ડી.ગઢવીની રાહબરીમાં પીએસઆઈ દિનેશ ગજેરા અને ટીમે કારના નંબર આધારે તેનો ફિલ્મી ઢબે પીછો કરતાં આરોપીઓ પકડાઈ જવાના ભયથી અપહરણ કરેલ યુવાનને ગોંડલ નજીક કારમાંથી ઉતારી નાસી છૂટ્યા હતાં.
પોલીસે યુવકને બચાવી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં. વધુમાં પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું હતું કે, અપહરણ થયેલ યુવકને પોરબંદર પંથકની સગીરાને સાથે પ્રેમસંબંધ હતો અને તે સગીરાને ભગાડીને પોતાના ઘરે લાવ્યો હતો. જેથી સગીરાના માતાપિતા 15 દિવસ પહેલાં તેણીને લઈ ગયાં હતાં. જે બાદ સગીરાના પરિવારજનોએ રાજકોટના શખ્સોને હવાલો આપી યુવકને મારમારી અપહરણ કર્યાનું સામે આવ્યું હતું.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.