રાજકોટ:બે બાઈક વચ્ચે અકસ્માત: ગાંધી વસાહતના વસંતભાઈ પરમારનું મોત
રાજકોટના હડમતીયા (બેડી) ગામ પાસે બે બાઈક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં ગાંધી વસાહતમાં રહેતાં આધેડનું ગંભીર ઈજા થવાથી સારવાર દરમિયાન મોત નિપજયું હતું. જયારે સામાપક્ષે ચાલકને પણ ઈજા થતાં સારવાર લીધી હતી.
પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટમાં મોરબી રોડ ઉપર ગાંધી વસાહતમાં રહેતા વસંતભાઈ ધનજીભાઈ પરમાર (ઉ.વ.49) નામના આધેડ રાત્રીના સાડા દશેક વાગ્યાના અરસામાં પોતાનું બાઈક લઈને રાજકોટ તરફ આવતા હતાં ત્યારે હડમતીયા (બેડી) નજીક સામેથી આવતા બાઈકના ચાલકે બાઈક અથડાવતાં બંને રોડ ઉપર પટકાયા હતાં જેમાં વસંતભાઈને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં ટુંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. જયારે સામાપક્ષે બાઈક ચાલક હડમતીયા(બેડી)ના જીજ્ઞેશ દેવજીભાઈ સારેશા (ઉ.વ.28) ને ઈજા થતાં સિવિલમાં પ્રાથમિક સારવાર લઈ નાશી ગયો હતો.
બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે બંને એન્ટ્રી નોંઘી કુવાડવા પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફ હોસ્પિટલે દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી.
મૃતક વસંતભાઈ પ્રાઈવેટ નોકરી કરતા હતાં અને ચાર ભાઈ એક બહેનમાં સૌથી મોટા હતાં. સંતાનમાં એક પુત્ર છે. પરિચિતના કહેવા મુજબ વસંતભાઈ મુળ ખોરાણા ગામના વતની હતાં. આથી ગઈકાલે પોતાના ગામે આટો મારવા ગયા હતા અને રાત્રીના રાજકોટ ઘરે પરત આવતા હતાં ત્યારે બનાવ બન્યો છે. પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. બનાવથી પરિવારમાં ગમગીની સાથે શોક છવાયો હતો.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.