પંડિત દીન દયાળ પ્રાથમિક શાળા નંબર -૧ બોટાદમાં વિદ્યાર્થી દ્વારા આનંદ મેળાનું આયોજન
પંડિત દીન દયાળ પ્રાથમિક શાળા નંબર -૧ બોટાદમાં વિદ્યાર્થી દ્વારા આનંદ મેળાનું આયોજન
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ બોટાદ સંચાલિત પંડિત દીન દયાળ પ્રાથમિક શાળા નંબર -૧,બોટાદ માં ધોરણ એક થી આઠ ના વિદ્યાર્થીઓ દ્વારા આનંદ મેળાનું આયોજન કરવામાં આવેલ, વિદ્યાર્થીઓ દ્વારા જાતે બનાવેલ પૌષ્ટિક નાસ્તાના સ્ટોલ બનાવવામાં આવેલ અને વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર સ્ટોલ નું સંચાલન કરવામાં આવેલ. બાળકોને મજા આવે તેવા હેતુ થી આનંદ મેળો ગોઠવવામાં આવેલ. આનંદ મેળાના સ્ટોલમાં બટેટા ભૂંગળા ,ચણા ચોર ગરમ ,કઠોળ ભેળ,મમરાની ભેળ,પાણીપુરી ,સમોસા, કાચી કેરી શરબત,રગડા ભેળ ,રગડા પુરી,ઈડલી,મેગી ,મસાલા પાપડ,નુડલ્સ,ટમેટા ડીશ,પાસ્તા,દાબેલી,બટેટા ભુંગળા ફ્રુટ ડીશ.ના વિવિધ સ્ટોલ રાખવામાં આવેલ. આ ઉપરાંત ખજાના ની શોધ સ્ટોલમાં વિદ્યાર્થી ઓને વિવિધ જાતના ઈનામો આપવામાં આવેલ .માનવંતા મહેમાનો અને વાલીઓ એ પધારી અમારાં કાર્યક્રમની શોભા વધારી હતી. અમારાં કાર્યક્રમને ચાર ચાંદ લગાવનાર અમારી શાળાના બાળકો અને સમગ્ર શિક્ષકો એ આ કાર્યક્રમને સફળ બનાવવા અથાગ મહેનત કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન બાલ સંસદના મુખ્યમંત્રી પરમાર સાક્ષીબેન તેમજ ધોરણ ૮ ના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ
Report By Nikunj Chauhan
8488966828
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.