વડનગર ખાતે બુદ્ધ પૂર્ણિમા મહોત્સવ ઉજવણી નિમિત્તે ધમ્મ ચારિકા શોભાયાત્રા નીકળી
વડનગર ખાતે બુદ્ધ પૂર્ણિમા મહોત્સવ ઉજવણી નિમિત્તે ધમ્મ ચારિકા શોભાયાત્રા નીકળી
આખા વિશ્વમાં તથા ભારત દેશ ના રાજ્યો માં જિલ્લા તાલુકા ગામડા ઠેર ઠેર બુદ્ધ પૂર્ણિમા મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી રહી છે. તે નિમિત્તે સ્વયમ્ સૈનિક દળ દ્વારા વડનગર ખાતે ધમ્મ ચારિકા શોભાયાત્રા નીકળી હતી. તેમાં આ શોભાયાત્રા રોહિત વાસ પ્રસ્થાન કર્યું હતું. અને કોલેજ ત્રણ રસ્તા,બી. એન. હાઈસ્કૂલ , ચકલામાં ,માતોર બજાર,ટાવર બજાર,કાપડ બજાર, જુની બેંક ઓફ બરોડા, મોઢવાડા ના ચાચરે, ધાસકોળ દરવાજા,થ ઈ ને બુદ્ધ પ્રતિમા એ રેલી નું વિસર્જન કરવામાં આવ્યું હતું.
ત્યાર બાદ બુદ્ધ પૂર્ણિમા મહોત્સવ ની ઉજવણી કેમ કરવામાં આવે છે.તેના વિશે વિસ્તૃત માહિતી આપી હતી કે ભગવાન બુદ્ધ નો એક માર્ગ છે. તે ના વિશે પણ વાત કરી હતી કે દરેક માનવી ને દુઃખ છે. દુઃખ નું કારણ છે અને દુઃખ નું નિવારણ પણ છે. દરેક માનવી એ પોતે પોતાના રીતે ભૂતકાળ તથા ભવિષ્ય ની માંથી બહાર નીકળી ને વર્તમાન માં જીવન જીવા નું શિખે તો સાચા અર્થમાં બુધ્ધ ત્વ પામી શકે."બુધ્ધમ્ શરણમ્ ગચ્છામિ સંધમ્ શરણમ્ ગચ્છામિ્" એટલે ભગવાન બુદ્ધ ના શરણે થાઓ તો સર્વ દુઃખો નું નિવારણ થાય તેની વિસ્તૃત ચર્ચા કરવા આવી હતી. શાંત ચિત્તે બેસી ને સાંસો સાંસ ની આવન જાવન જોવા થી આધ્યાત્મિકતા ચેતના ની ઉર્જા ની અનુભૂતિ થાય તે પણ માહિતી ગાર કર્યો હતો
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.