જમીનના વિવાદમાં આખરે વડોદરાની ગુરુ નાનક સ્કૂલના 8 થી 9 ક્લાસરૂમને સીલ મારતું કોર્પોરેશન - At This Time

જમીનના વિવાદમાં આખરે વડોદરાની ગુરુ નાનક સ્કૂલના 8 થી 9 ક્લાસરૂમને સીલ મારતું કોર્પોરેશન


વડોદરા,તા.06 ઓગષ્ટ 2022,શનિવારવડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલી ગુરુનાનક સ્કૂલની જમીનનો વિવાદ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહ્યો છે જેને ધ્યાનમાં રાખી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે ગુરુ નાનક સ્કૂલના આઠ થી નવ ક્લાસરૂમને સીલ મારવામાં આવ્યા હતા અને કોર્પોરેશનને હાલમાં શૈક્ષણિક કાર્ય ચાલતું હોવાથી માત્ર નવ ક્લાસરૂમને સીલ માર્યા છે તે પછી આખી સ્કૂલને સીલ મારવાની કાર્યવાહી પણ કરવામાં આવશે તેમ ટાઉન પ્લાનર જીતેશ ત્રિવેદીએ જણાવ્યું હતું.અમેરિકા રહેતા અને હાલ અમદાવાદના ભૂપેન્દ્ર પટેલના પરિવારની માલિકીની જમીન તેમના સગાભાઈ દિલીપ અંબારામ પટેલે ગુરૂનાનક દેવજીમિશન ટ્રસ્ટને વેચી દીધી હતી. જે અંગે બે વર્ષ અગાઉ ક્રાઇમ બ્રાન્ચમાં ભૂપેન્દ્ર પટેલે ફરિયાદ આપી હતી. જેમાં જણવાયું હતું કે, જસબિનદરસિંઘ, શેઢી, જગજીત સિંઘ કુલદીપ સિંઘ નોટરી પ્રવીણ સોલંકી, યશવંત પટેલ અને તેઓના ભાઈ દિલીપ પટેલે ભેગા મળી જમીન ખોટી રીતે અને પાવર ઓફ એટર્ની તૈયાર કરી બોંગસ સહીઓ કરી પડાવી લીધી તેમાં ભૂપેન્દ્ર પટેલના પિતાનું વર્ષ ૨૦૧૨માં અવસાન થતાં તેના વેરા આવ્યા ત્યારે સમગ્ર હકીકત બહાર આવી હતી આ જમીન પર ખોટી રીતે ઈન્સ્ટિટ્યૂટના નામે ગુરુનાનક પબ્લિક સ્કૂલ બાંધી ગેરકાયદે જમીનના ઉપયોંગ કરતા જિલ્લા કલેક્ટરને રજૂઆત થતા કોર્પોરેશને ગુરુનાનક દેવજી મિશન ટ્રસ્ટના સંચાલકોને  સ્કૂલનો ઉપયોગ બંધ કરવા નોટિસ આપી હતી જ્યારે ડી.ઇ.ઓએ સ્કૂલની પરવાનગી રદ કરવા અંગે નોટિસ આપવામાં આવી હતી.વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની બાંધકામ શાખાએ ફરી એકવારગુરૂનાનક દેવજી મીશન ટ્રસ્ટ તરસાલી રીંગ રોડ, શીલ્પ રેસીડેન્સીની બાજુમાં,તરસાલીને નોટિસ આપી જણાવ્યું છે કે,અગાઉ વોર્ડ નં-૪ ચિ.નં ૧૭૧/૦૬-૦૭થી રજાચિઠ્ઠી મેળવવામાં આવેલ છે જેમા માંગણી અન્વયે મંજુર નકશા મુજબ ટેકનિકલ ઇન્સ્ટીટ્યુટ તરીકે વાપર ઉપયોગ કરવાની મંજુરી મેળવેલ હતી તથા હાલમાં ટ્રસ્ટ ધ્વારા સ્થળે પ્રાઇમરી સ્કુલ તથા સેકન્ડરી અને હાયર સ્કુલ (એજ્યુકેશન-1) તરીકે ઉપયોગ કરવામાં આવે છે. બાળકોના સલામતીને ધ્યાને લઇ તાત્કાલિક વાપર ઉપયોગ બંધ કરી વડોદરા કોર્પોરેશનના બાંધકામ પરવાનગી વિભાગને જાણ કરવી. અન્યથા આપને આગોતરા જાણ કર્યા વગર આ મિલકતને સીલ કરવામાં આવશે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ના ટાઉન પ્લાનિંગ વિભાગે તાજેતરમાં નોટિસ આપ્યા બાદ આજે અચાનક દબાણ શાખા કે પોલીસની મદદ લીધા સિવાય ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓ સીધા તરસાલી સ્થિત ગુરુ નાનક હાઇસ્કુલ ખાતે પહોંચ્યા હતા અને શાળામાં શૈક્ષણિક કાર્ય ચાલતું હોવાની બાબતને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓને તકલીફ પડે નહીં તેથી 8 થી 9 ક્લાસરૂમને સીલ મારવામાં આવ્યા હતા. શાળાના સંચાલકોને એવી પણ સૂચના આપવામાં આવી હતી કે શૈક્ષણિક કાર્ય ચાલતું હોવાથી ૮ થી ૯ રૂમને સીલ કર્યા છે પરંતુ શૈક્ષણિક કાર્ય પૂર્ણ થયા બાદ દિવાળી વેકેશનમાં આખી સ્કૂલને તાળા મારવાની પણ કાર્યવાહી થઈ શકે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.