દિલ્હીની એક્સાઈઝ પોલીસી મામલે LG એક્શનમાં, IAS આરવ ગોપી કૃષ્ણ સહિત 11 અધિકારી સસ્પેન્ડ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/11-officers-including-ias-aarav-gopi-krishna-suspended-in-lg-action-over-delhis-excise-policy/" left="-10"]

દિલ્હીની એક્સાઈઝ પોલીસી મામલે LG એક્શનમાં, IAS આરવ ગોપી કૃષ્ણ સહિત 11 અધિકારી સસ્પેન્ડ


- આ કાર્યવાહી એક્સાઈઝ પોલીસીને લાગુ કરવામાં થયેલી ચૂકને લઈને કરવામાં આવી છેનવી દિલ્હી, તા. 06 ઓગષ્ટ 2022, શનિવારદિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેનાએ એક્સાઈઝ પોલીસીને લઈને મોટી કાર્યવાહી કરી છે. તેમણે વિજિલન્સ રિપોર્ટ બાદ એક્સાઈઝ પોલીસીમાં કૌંભાડના આરોપમાં એક્સાઈઝ કમિશનર આરવ ગોપી કૃષ્ણા, તત્કાલીન આબકારી કમિશનર ડેનિક્સ આનંદ કુમાર તિવારી સહિત 11 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી એક્સાઈઝ પોલીસીને લાગુ કરવામાં થયેલી ચૂકને લઈને કરવામાં આવી છે. તેમણે અધિકારીઓ સામે સસ્પેન્શન અને શિસ્તભંગના પગલાં માટે વિજિલન્સને મંજૂરી આપી છે.આ અગાઉ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા જે એક્સાઈઝ મંત્રી પણ છે તેમણે પ્રથમ વખત સ્વીકાર કર્યો કે, દિલ્હી સરકારને નવી એક્સાઈઝ પોલીસી 2021-22 હેઠળ હજારો કરોડ રૂપિયાનું નુકશાન થયું છે. તેના માટે તેમણે LG પર આરોપ લગાવ્યો જેમણે 17 નવેમ્બર 2021થી લાગુ થયેલી નવી વ્યવસ્થા પર અંતિમ ક્ષણે યૂ-ટર્ન લઈ લીધો હતો. આમ આદમી પાર્ટી નેતાએ કહ્યું કે, હવે તેઓ CBIને પત્ર લખીને આ મામલાની તપાસની માગ કરી રહ્યા છે.LG પર બે વખત ફાઈલ મોકલવામાં આવી હતીશનિવારે સિસોદિયાના આરોપોની થોડી મિનિટ બાદ LGએ કાર્યાલયે જણાવ્યું કે, ઉપરાજ્યપાલ વીકે સક્સેનાએ દિલ્હીના તત્કાલીન આબકારી કમિશનર, IAS અધિકારી આરવ ગોપી કૃષ્ણ અને દાનિક્સ અધિકારી આનંદ કુમાર તિવારી, ઉપ એક્સાઈઝ કમિશનરની સામે  'મુખ્ય શિસ્તની કાર્યવાહી' શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે. પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા સિસોદિયાએ કહ્યું કે, 2021-22 આબકારી નીતિને લાગુ કરવા પહેલા બે વખત ફાઈલને LG પાસે મોકલવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]