સૌની યોજના મારફતે સિંચાઇ માટે પાણી ની માંગણી સાથે રાજકોટ તેમજ જામનગર જિલ્લા ના 300 થી વધુ ખેડૂતો એ ગાંધીનગર ખાતે રજૂઆત કરી - At This Time

સૌની યોજના મારફતે સિંચાઇ માટે પાણી ની માંગણી સાથે રાજકોટ તેમજ જામનગર જિલ્લા ના 300 થી વધુ ખેડૂતો એ ગાંધીનગર ખાતે રજૂઆત કરી


કુંવરજીભાઇ બાવરિયા ને રૂબરૂ મળી માંગણી રજૂ કરી વહેલી તકે સિંચાઇ માટે પાણી ની માંગ કરી

ઉનાળો હજુ શરૂ થવા પર છે ત્યાં અવર નવાર પાણી ના પ્રશ્નો સામે આવી રહ્યા છે. પીવા ના પાણી નો પ્રશ્ન હોય કે ખેડૂતો માટે સિંચાઇ ના પાણી ની વાત હોય. અવાર નવાર પાણી ના પ્રશ્નો સામે આવતા રહે છે. જામનગર જિલ્લા ના કાલાવડ તાલુકા ના તેમજ રાજકોટ જિલ્લા ના જામકંડોરણા તાલુકા ના અનેક ગામડાઓ ના ખેડૂતો સિંચાઇ માટે પાણી થી વંચિત છે. 15 જેટલા ગામો ના 300 થી વધુ ખેડૂતો દ્વારા ગાંધીનગર ખાતે પહોંચી માંગણી રજૂ કરી હતી.

પ્રાપ્ત વિગત મુજબ છેલ્લા દોઢેક વર્ષ થી આ બન્ને તાલુકા ના ખેડૂતો દ્વારા સિંચાઇ માટે પાણી ની માંગણી કરતી અનેક રજૂઆતો કરેલ હતી.. સ્થાનિક થી લઇ ને મુખ્યમંત્રી સુધી અરજીઓ પત્ર મારફતે મોકલેલ હતી. અનેક અવેદનો તેમજ અનેક ઓર્ડર નીકળ્યા બાદ પણ તેમની માંગ નો નિકાલ થયો ના હતો. સિંચાઇ ના પાણી ના અભાવે હજારો વીઘા જમીન પર ખેડૂતો ખેતી કરી નથી શકતા. અનેક રજૂઆતો બાદ પણ નિકાલ ન આવતા તારીખ 11 માર્ચ 2024 ના રોજ ખરેડી,ભગત ખીજડીયા, નપાણીયા ખિજડીયા, બામણગામ, ભાવાભીખિજડીયા, મોરીદડ, મુળીલા, ભંગડા, ટોડા, રીનારી, ફગાસ,લબુકીયાભાડુકિયા, કાનાવડાળા, જામદાદર ચાવંડી,ગુંદાસરી,દડવી આમ કુલ ૧૭ ગામો ના 300 થી વધુ ખેડૂતો ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા.

તેઓ ની માંગણી મુજબ ખરેડી તથા આજુબાજુના ગામોની તેમજ તેમના વિસ્તારના પદાધિકારીઓ તરફથી કરવામાં આવેલ ભલામણી મુજબ તેમના વિસ્તારમાં સૌની યોજનાની પાઇપ લાઈન ૬ કી.મી. કરથી પસાર થતી હોઈ અને પસાર થેયલ લાઇન ભૂ-તળના ઢાળ મુજબ ઉંચાઇથી પેલી બાજુ પસાર થયેલ છે. જેથી તેઓ ને આ યોજનાના પાણીનો લેસ માત્ર પણ લાભ મળેલ નથી આ માટે મેઇન લાઇન માંથી લોધીકા તાલુકા ના ચાંદલી ગામે આવેલ પાઈપ લાઈનના મેઇન વાલ માંથી તેઓ ને પેટા પાઇપ લાઇન નાના વડાળા તથા ડેરી ગામથી પસાર થઈ ખરેડી થી દાણીધાર મુકામે મેઇન પોઇંટ આપી જુદાજુદા ગામે પાણીની લાઇનો આપવા માટેનો સર્વે કરી યોજનાનું અમલી કરણ કરવા ની તેઓ એ માંગ કરેલ હતી. આ રીતે તેઓ ને સૌ ની યોજના નો લાભ આપવા માં આવે તો ખરેડી,ભગત ખીજડીયા, નપાણીયા ખિજડીયા, બામણગામ, ભાવાભીખિજડીયા, મોરીદડ, મુળીલા, ભંગડા, ટોડા, રીનારી, ફગાસ,લબુકીયાભાડુકિયા, કાનાવડાળા, જામદાદર ચાવંડી,ગુંદાસરી,દડવી આમ કુલ ૧૭ ગામોને સિંચાઈના પાણીનો લાભ મળી શકે તેવું ખેડૂતો એ જણાવ્યું હતું. આ ગામો ને સિંચાઈનું પાણી પુરૂ પાડવામાં આવે તો આશરે ૨૪૯૨૭ થી વધુ ખેડુત ખાતેદારોને આજીવિકા મળી શકે તેમ છે. પાણી ના અભાવે ખેડૂતો ની આર્થીક સ્થિતી જે દયનીય છે તેમજ ગામળા છોડવાની પરિસ્થિતી ઊભી થઈ રહી છે તેવું ખેડૂતો એ જણાવ્યું હતું.

ખેડૂતો એ ગાંધીનગર ખાતે મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયા ને રૂબરૂ મળી રજૂઆત કરેલ કે આ તમામ ગામો ને સૌની યોજના ની લાભ આપી તેઓ ને પડતી આ મુશ્કેલી નો ઉકેલ સૌની યોજના નો લાભ આપવા સક્ષમ અધિકારીઓને આદેશ અને સુચના કરવા વિનંતી કરેલ હતી.
જવાબ માં કુંવરજીભાઇ બાવળીયા એ નિયમ અનુસાર જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી ખેડૂતો ને વહેલી તકે સૌની યોજના નો લાભ મળશે તેમ જણાવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.