લખપત તાલુકામાં મહતમ મતદાન માટે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-લખપત તાલુકા દ્વારા જન જાગરણ પર્વની ઉજવણીના ભાગરુપ તાલુકાના અધિકારીશ્રીઓની રુબરુ મુલાકાત કરાઇ…
લખપત તાલુકામાં મહતમ મતદાન માટે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-લખપત તાલુકા દ્વારા જન જાગરણ પર્વની ઉજવણીના ભાગરુપ તાલુકાના અધિકારીશ્રીઓની રુબરુ મુલાકાત કરાઇ...
વિશ્વના સૌથી મોટા લોકશાહી પર્વ એવા લોકસભા ઇલેક્શન- ૨૦૨૪ માં સમગ્ર ભારત, ગુજરાત તેમજ જિલ્લા કક્ષાએ એક પણ મતદાતા મતદાનથી વંચિત ન રહી જાય અને મહત્તમ નાગરિકો મતદાન કરી લોકશાહીના આ મહાપર્વની ઉજવણીમાં સામેલ થાય એ માટે મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમો રાષ્ટ્રીય તેમજ રાજ્ય સ્તરે, જિલ્લા ચૂંટણી પંચ, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ચાલી રહ્યા છે. આવો જ એક જન જાગરણનો પ્રયાસ કચ્છ જિલ્લામાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ- કચ્છ દ્વારા પણ થઈ રહ્યો છે. આ લોક જાગરણ તેમજ સમાજ જાગરણના ભગીરથ કાર્યમાં કચ્છ જિલ્લામાં સહભાગી થઈ લોકોને ચોપાનીયા, પત્રિકા તેમજ સ્ટીકર જેવું મુદ્રીત સાહિત્ય વિતરણ કરી રાષ્ટ્ર હિતમાં ૧૦૦% ટકા મતદાનના ઉદ્દેશથી લોકસભા- ૨૦૨૪ ચૂંટણીને જાગરણ પર્વ તરીકે ઉજવવા તાલુકા કક્ષાએ વિવિધ અધિકારીઓની રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-લખપત તાલુકા ટીમ દ્વારા રુબરુ મુલાકાત કરી સંગઠનની દર વિધાનસભા અને લોકસભા ઇલેક્શન સમયે જન જાગરણ તેમજ સમાજ જાગરણની માટેની કામગીરીથી વાકેફ કરાયા હતા.
લખપત તાલુકા ટીમના હોદ્દેદારો શેરી, મહોલ્લા, સોસાયટી, સહકારી મંડળીઓ, દૂધની મંડળીઓ, ગામના ઓટલે તેમજ ખાટલા બેઠકો યોજી લોકોને મહત્તમ મતદાન માટે પ્રેરિત કરવાનું એક મહામતદાન અભિયાન સમગ્ર એપ્રિલ માસ તેમજ મે મહિનામાં પણ ઇલેક્શનના દિવસ સુધી પણ ચાલશે. એ.બી.આર.એસ.એમ. - કચ્છ દ્વારા મતદાન જાગૃતિ બાબતે તૈયાર કરેલી પત્રિકા અને સ્ટીકરમાં ભારત+રાષ્ટ્ર+વિધાતા = મતદાતા, હું સશક્ત, સતર્ક, જાગૃત અને સુરક્ષિત ભારતના નિર્માણમાં અવશ્ય મતદાન કરીશ, મારો વોટ મારો અવાજ, રાષ્ટ્રહિતમાં મારુ મતદાન સો ટકા મતદાન, જેવા સૂત્રોનો પણ સમાવેશ કરવામાં આવેલ છે, આ બાબતે મામલતદારશ્રી, નાયબ મામલતદારશ્રી, ATDO સાહેબશ્રી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમજ વિવિધ ખાતાના કર્મચારીઓ અને અધિકારીશ્રીઓને વાકેફ કરાયા હતા.
આ લોકશાહીના જાગરણ પર્વની ઉજવણીના ભાગરુપ કાર્યક્રમમાં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ લખપત તાલુકા વતિ પ્રમુખશ્રી નથાભાઇ ચૌધરી, મહામંત્રી જયકિશનભાઈ મકવાણા, કોષાધ્યક્ષ મહેશભાઈ પ્રજાપતિ, પ્રચારમંત્રી માવજીભાઈ ચૌધરી સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા તેવું લખપત તાલુકા પ્રચાર પ્રમુખની યાદીમાં જણાવાયું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.