૫૯ ધંધુકા વિધાનસભા ચૂંટણી પ્રચારનો ધમધમાટ.
અમદાવાદ જિલ્લાની ૫૯ ધંધુકા વિધાનસભા ચૂંટણી પ્રચારનો ધમધમાટ.
વહીવટી તંત્ર અને ઉમેદવારો માટે લગ્ન પ્રસંગ સહેલો પણ ચૂંટણીનો પ્રસંગ અતિશય અઘરો કાંઈ ભૂલ ચૂક થાય તો સહન કરવું પડે.
અમદાવાદ જિલ્લાની ૫૯ વિધાનસભા ચૂંટણીમાં માન્ય રાજકીય પક્ષો અને અપક્ષો સહિત ૧૧ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં જીત મેળવવા દિવસ રાત લોક સંપર્ક કરી રહ્યા છે સૌને જીતવાની આશા છે ત્યારે મુખ્ય રાજકીય પક્ષો કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી માર્ક્સવાદી પાર્ટી અને વ્યવસ્થા પરિવર્તન પાર્ટી સહિતના ઉમેદવારોની રસાકસી ભરી ચૂંટણીનો રંગ જોવા મળી રહ્યો છે.
અમદાવાદ જિલ્લાની ૫૯ ધંધુકા વિધાનસભા ચૂંટણીમાં રાજકીય પક્ષો અને અપક્ષો સહિત ૧૧ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે મુખ્ય રાજકીય પક્ષ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીમાંથી કોઈ ઉમેદવાર મેદાન મારી જશે અન્ય રાજકીય પક્ષો અને અપક્ષો ભાજપ અને કોંગ્રેસની જીત હાર માટે નિર્ણાયક બની રહેશે બંને રાજકીય પાર્ટી જીતવા માટે દિવસ રાત પ્રચાર કાર્યમાં કામે લાગી છે.
ભાજપ કોંગ્રેસ ૫૯ ધંધુકા વિધાનસભા વિસ્તારના બોટાદ તાલુકાના રાણપુર અને બરવાળા તાલુકા ઉપરાંત અમદાવાદ જિલ્લાના ધંધુકા અને ધોલેરા તાલુકા વિસ્તારમાં નાગરિકો મતદારો માટે કરેલા કામો નો પ્રચાર કરી વોટ આપવાની માંગણી કરી રહ્યા છે.
ચૂંટણી પંચના આદેશ અનુસાર ચૂંટણી અધિકારી અને પ્રાંત ઓફિસર આચારસંહિતાનું ચુસ્ત પાલન કરવા ઉપરાંત ચૂંટણીની કામગીરી માટે ઝોનલ ઓફિસર પ્રિસાઇડિંગ ઓફિસર તથા પુલિંગ કર્મચારીઓને તાલીમ આપવાની કામગીરીમાં વ્યસ્થ છે.
અત્રે અલખનીયા છીએ ઘરે લગ્ન પ્રસંગ કરવા સહેલો છે પણ વહીવટી તંત્ર અને રાજકીય પક્ષો અને અપક્ષોને ચૂંટણીનો પ્રસંગ પૂર્ણ કરવો ખુબ અઘરો થઈ પડે છે.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.