માન.જિલ્લા કલેક્ટર સાહેબ અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબના અને તાલુકા વિકાસ અધિકારી સાહેબ બોટાદના માગદર્શન હેઠળ અસંગઠિત ક્ષેત્રના કામદારો અને મજૂરો ઇ-શ્રમ કાર્ડની નોંધણીથી વંચીત ન રહે અને ઇ-શ્રમ કાર્ડની સેવાનો વધુમાં વધુ લાભ લે તે.
હેતુસર રજાના દિવસોમાં પણ ઇ-શ્રમ કાર્ડ નોંધણીની ઝૂંબેશ હાથ ધરવામાં આવી રહી છે જે અન્વયે આજે બોટાદ તાલુકાના બાબરકોટ ગામની ગ્રામ પંચાયત ખાતે ડી.જે.પરમાર એ.ટી.ડી.ઓ.બોટાદ અને તલાટી કમ મંત્રી અશ્વિભાઈ ચૌહાણ ની ઉપસ્થિતિમાં ઇ-શ્રમ કાર્ડ અને વેરા વસુલાત માટે કેમ્પ યોજાયો હતો જેમાં આજના દિવસ સુધીમાં ગામની કુલ વસ્તી ૧૩૪૯ સામે કુલ ૬૦૫ ઇ-શ્રમ કાર્ડ નોંધણી અને પ્રીન્ટનું લેમીનેશન કરી ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવેલ છે તેમજ રેવન્યુ વસુલાત 72% અને પંચાયત વસુલાત 57% થયેલ હોય કેમ્પમાં હાજર અધિકારી એ.ટી.ડી.ઓ. ડિ.જે.પરમાર સાહેબે સારી કામગીરીને બિરદાવી પ્રશંસા કરી છે.
બાબરકોટ ગામના તલાટી કમ મંત્રી અશ્વિનભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે જે લોકો અસંગઠિત ક્ષેત્રમાં કામદારો અને મજૂરો તારીખે કામ કરે છે તે ઇ-શ્રમ કાર્ડ માટે અરજી કરવા પાત્ર છે જેમાં નાના અને સીમાંત ખેડૂતો, ખેત મજૂરો,શાકભાજી અને ફળવિક્રેતાઓ,સ્થળાંતર કામદારો,શેરક્રોપર્સ,ઇટ ભઠ્ઠાના કામદારો,માછીમાર,સો-મિલનના કામદારો,પશુપાલન કામદારો,સુથાર રેશમ કામદારો,ઘરેલુ કામદારો, શિક્ષા ચાલકો,ઓટો ડ્રાઈવર,આશા વર્કર,સહિતના ૧૬ થી ૬૦ વર્ષના વય ધરાવતા લોકો નોંધણી કરી શકશે.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.