વિધાનસભાનાં દંડક બાળુભાઈ શુકલની ઉપસ્થિતિમાં સ્વ સહાય જૂથોનાં લાભાર્થીઓ માટે કેમ્પ યોજાયો
રિપોર્ટ:- નિમેષ સોની, ડભોઈ
છોટાઉદેપુર ખાતે દિનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM), સ્વ સહાય જૂથો માટે બેંક લિંકેજ અન્વયે કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો હતો જેમાં લાભાર્થીઓને સ્વ સહાય ના ચેકો અર્પણ કરાયાં હતાં.
સરકાર શ્રી દ્વારા છેવાડાના માનવીને સરકાર દ્વારા મળતાં દરેક લાભો પહોંચાડવાની કામગીરી સ્થાનિક પ્રતિનિધિઓ દ્વારા હાથ ધરવામાં આવે છે. ત્યારે આજરોજ વિધાનસભાના મુખ્ય ડંડક બાલકૃષ્ણ શુકલ, જિલ્લા કલેકટર શ્રીમતી સ્મૃતિ ચારણ, ડી.ડી.ઓ.ગંગા સિંધ, ધારાસભ્યો જયંતીભાઈ રાઠવા, અભેસિંહ તડવી, રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં આ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં વિવિધ રાષ્ટ્રીય બેંકો અને મંડળીઓના સહયોગથી લાભાર્થીઓને ચેકનું વિતરણ તેમજ આર સી ટી આઈ ના પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
આ કેમ્પમાં નિયામક સાહેબ, જિલ્લા ભા.જ.પા પ્રમુખ, મહામંત્રી, તેમજ ઉપસ્થિત મહાનુભાવો, પદાધિકારીઓ, કાર્યકરો અને લાભાર્થીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહયાં હતાં. આ ઉપરાંત જેતપુર પાવી વિધાનસભાના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા, છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અભેસિંહભાઇ તડવી ઉપસ્થિત રહી તેમના હસ્તે સખી મંડળના બહેનો અન્ય ભાઈઓ તથા બહેનોને કેશ ક્રેડિટ કૅમ્પ કાર્યક્રમ અંતર્ગત સ્વ સહાય જૂથોને ચેક તેમજ આર-સીટીઆઈ પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. આમ, ખૂબ જ મોટી સંખ્યામાં લાભાર્થીઓને લાભ મળે તેવા સઘન પ્રયત્નો સ્થાનિક ધારાસભ્યોએ હાથ ધર્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.