ભડલી ગામ સમસ્ત દેવીપુજકો દ્વારા વિછીયા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું
ભડલી ગામ સમસ્ત દેવીપુજકો દ્વારા વિછીયા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું
બોટાદ ખાતે નવ વર્ષીય બાળા સાથે દુષ્કર્મ અને તેની હત્યા કરનારા આરોપીને ફાંસીની સજા આપી ન્યાય મળે તે બાબતે વિછીયા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ભડલી ગામના સમસ્ત દેવીપુજકો દ્વારા વિછીયા મામલતદારને આજરોજ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જે આવેદનપત્રમાં જણાવેલ કે તારીખ 15.01.2023 ના રોજ બોટાદમાં દેવીપુજક સમાજની નવ વર્ષની માસુમ બાળકી સાથે આરોપી રાજેશભાઈ દેવસંગભાઈ ચૌહાણએ બોટાદ ઢાકણીયા રોડ ઉપર આઈ.ટી.આઈ પાછળ ફુલવાડી તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલ ખંડેરમાં લઈ જઈ બાળાને અર્ધનગ્ન કરી દુષ્કર્મ કરી મોત નીપજાવેલ છે જે અન્યવે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે સમાજને અ શોભનીય બનાવ બનેલ છે જેથી બાળકી પર બળાત્કાર અને બાદ હત્યામાં પકડાયેલ આરોપીની ધનિષ્ઠ અને ઊંડાણપૂર્વક તપાસ થાય અને ગુનામાં પકડાયેલા આરોપી સામે ન્યાયિક કાર્યવાહી સમય મર્યાદામાં પૂર્ણ કરી દોષિતને ફાંસીની સજા થાય તેવી માંગણી સાથે ભડલી ગામ સમસ્ત દેવીપુજકો દ્વારા વિછીયા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું.
Report By Harshad Chauhan
Mo: 7203888088
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.