રાજકોટ અપરહરણ તથા પોક્સોના ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી માલવિયાનગર.
રાજકોટ શહેર તા.૨૩/૩/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં શરીર સબંધી ગુન્હાઓમાં નાસતા-ફરતા આરોપીઓ તથા માથાભારે ઈસમો તથા નામદાર કોર્ટ માંથી બીનજામીનલાયક વોરંટો તથા નામદાર કોર્ટ માંથી સજા પડેલ હોય, તેવા આરોપીઓ મળી ન આવતા હોય જેઓને શોધી કાઢવા સુચના આપેલ હોય, P.I જે.આર.દેસાઇ નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોર્ડના ડી.એસ.ગજેરા તથા સર્વેલન્સ સ્કોડના કર્મચારીઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન જયદેવસિંહ પરમાર તથા ચીત્રકેતુસિંહ ઝાલા, મનીષભાઇ સોઢીયા નાઓને તેઓના ખાનગી બાતમીદાર મારફતે મળેલ ચોક્કસ હકીકત મળેલ કે, રાજકોટ શહેર માલવીયાનગર પોલીસ સ્ટેશન ખાતે ગઇ તા.૮/૨/૨૦૨૪ ના અપરહરણ તથા પોક્સો એક્ટ મુજબનો ગુન્હો રજીસ્ટર થયેલ હોય, જે ગુન્હાનો આરોપી પરપ્રાંતીય હોય જેને હ્યુમન સોર્સીસથી તેમજ ટેકનીકલ મદદથી ગુન્હાનો નાસતો ફરતો આરોપી રાજકોટ ખાતે આવેલ હોવાની હકીકત મળતા ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. સોનુકુમાર જયમંગલ ઠાકુર ઉ.૨૨ રહે.સમ્રાટ ઇન્ડ્રસ્ટ્રીઝ એરીયા શેરીનં.૨૨ એસ.ટી.વર્કશોપ રાજકોટ મુળ રહે.-ઇટીહા ગણેશ, પોસ્ટ.તિવારી ડીહ, ભોજપુર (બીહાર), આરોપી વિરૂધ્ધ દાખલ થયેલ ગુન્હાની વિગત માલવીયાનગર પોલીસ સ્ટેશન I.PC કલમ-૩૬૩,૩૬૬,૩૭૬(૨)(એન),૩૭૬(૩) તથા બાળકોને રક્ષણ આપતા અધીનીયમ-૨૦૧૨ ની કલમ-૬ તથા ૯(એલ)(એમ) મુજબ કાયદેસર ની કાર્યવાહી કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે
