ફરી બેફામ:મણિપુરમાં ફરી હિંસા: મૈતેઈ અને કૂકી આમનેસામને, ગોળીબારમાં 5નાં મોત
મણિપુરમાં ઉગ્રવાદીઓનું જોર વધી રહ્યું છે. ડ્રોનથી બોમ્બ અને રૉકેટ હુમલો કર્યા બાદ મૈતેઇ અને કુકી ઉગ્રવાદીઓમાં હવે આમને-સામને જંગ શરૂ થઇ ચુકી છે. તાજેતરનો કિસ્સો શનિવારે જિરીબામમાં થયો હતો. કુકી ઉગ્રવાદીઓએ જિરીબામ પોલીસ સ્ટેશનથી માત્ર એક કિમી દૂર 63 વર્ષીય એક મૈતેઇ વૃદ્ધને ઘરમાં ઘૂસીને ગોળી મારી હતી. કુકી ઉગ્રવાદી એક દિવસ પહેલા સુરક્ષા દળો દ્વારા પહાડી વિસ્તારોમાં તેઓના ત્રણ બંકર નષ્ટ કરવાને કારણે નારાજ હતા. વૃદ્ધની હત્યાથી રોષે ભરાયેલા મૈતેઇ હથિયારધારી લોકોએ કુકી બહુમતી વાળા ગામો પર સતત ગોળીબાર કર્યો હતો. તેના જવાબમાં કુકી ઉગ્રવાદીઓએ પણ ગોળીબાર કર્યો હતો. તેમાં 5 લોકોના મોત થયા હતા. તેમાં ત્રણની ઓળખ કુકી તરીકે થઇ છે. જ્યારે એક મૈતેઇ છે. ગત વર્ષે મેથી શરૂ થયેલી હિંસા બાદ આ સંભવત: પહેલી વાર છે, જ્યારે કુકી ઉગ્રવાદીઓએ મૈતેઇ વિસ્તારોમાં ઘૂસીને કોઇની હત્યા કરી હોય. અત્યારે ચુરાચાંદપુર, જિરીબામ અને વિષ્ણુપુરમાં તણાવ છે. આઇજીપી ઇન્ટેલિજન્સ કે. કબીબ અનુસાર ઉગ્રવાદીઓ પહાડો પરથી લાંબા અંતરના રોકેટ દાગી રહ્યાં છે. તેના પર નજર રાખવા માટે સૈન્ય હેલિકોપ્ટર તહેનાત કરાયા છે. તેઓએ ઇમ્ફાલમાં મણિપુર રાઇફલ્સના મુખ્યાલય પર હુમલો કરીને હથિયાર લૂંટવાનો પણ પ્રયાસ કર્યો હતો. જો કે સફળતા મળી ન હતી. શાંતિ મંત્રણા વચ્ચે ઉગ્રવાદીઓ દ્વારા હિંસા
તાજેતરમાં હિંસા મૈતેઇ અને હમાર સમુદાયો વચ્ચે ચાલી રહેલી વાતચીતની વચ્ચે થઇ છે. વાસ્તવમાં, 1 ઓગસ્ટે અસમના કછારમાં CRPF કેમ્પમા બંને સમુદાયોના પ્રતિનિધિઓ વચ્ચે બેઠક થઇ હતી. તેમાં જિરીબામ જિલ્લા વહીવટીતંત્રના પ્રતિનિધિઓ ઉપરાંત હમાર, મૈતેઇ, થાડો, પેઇટ અને મિજો સમુદાયના સભ્યો પણ હતા. હમાર સમુદાયના લોકો સમજૂતીની વિરુદ્ધ છે. ટૂંક સમયમાં એક્શન લેવાશે, હિંસાગ્રસ્ત ક્ષેત્રોમાં એન્ટી ડ્રોન સિસ્ટમ તહેનાત, વધુ જવાન મોકલાશે
પહેલા ડ્રોન અને હવે રૉકેટથી હુમલો. મૈતેઇ અને કુકી બહુમતિ વાળા જિલ્લાઓના વિસ્તારો હવે નવું યુદ્ધ ક્ષેત્ર બની ગયા છે. જિલ્લાની સરહદો પર ‘ગ્રામ રક્ષા સ્વયંસવેક’ના નામ પર હથિયારધારી ઉગ્રવાદી માત્ર 50 મી.ના અંતરે તહેનાત છે. જો કે મણિપુર પોલીસના આઇજીપી કે. કબીબે જણાવ્યું કે ડ્રોન હુમલાથી બચવા માટે રાજ્યમાં એન્ટી ડ્રોન સિસ્ટમ ઇન્સ્ટૉલ કરાઇ છે. સૂત્રો અનુસાર ઉગ્રવાદીઓના હાથે ડ્રોન બૉમ્બ અને રૉકેટ લોન્ચર લાગવાને ગૃહ મંત્રાલય ગંભીરતાથી લઇ રહ્યું છે. રાજ્ય સરકારે કેન્દ્રને પત્ર મોકલીને સખત પગલા લેવાની માંગ કરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.