બોટાદમાં વીજચોરો સામે તંત્રની લાલ આંખ બોટાદ જિલ્લામાં પી.જી.વી.સી.એલના વ્યાપક દરોડા - At This Time

બોટાદમાં વીજચોરો સામે તંત્રની લાલ આંખ બોટાદ જિલ્લામાં પી.જી.વી.સી.એલના વ્યાપક દરોડા


બોટાદમાં વીજચોરો સામે તંત્રની લાલ આંખ બોટાદ જિલ્લામાં પી.જી.વી.સી.એલના વ્યાપક દરોડા

બોટાદ વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર તેમજ વિભાગીય કચેરીના કાર્યપાલક ઈજનેરની સીધી દેખરેખ હેઠળ ૨૫ થી ૨૭ ઓક્ટોબર,૨૦૨૩ દરમ્યાન બોટાદ,બરવાળા, રાણપુર, પાળીયાદ, ગઢડા અને ઢસા પેટા વિભાગીય કચેરી હેઠળ આવતા વિવિધ ગામોમાં પોલીસ તેમજ એસઆરપી સાથે રાખીને ૮૧ જેટલી ટીમો દ્વારા વીજચેકીંગની ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી આ ડ્રાઇવ દરમિયાન ઘર વપરાશના-૧૧૭૪ વીજ જોડાણો પૈકી ૨૨૧ જેટલા વીજજોડાણોમાં ગેરરીતી માલુમ પડતા રૂ.૫૮.૫ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. તેવી જ રીતે વાણિજ્ય તેમજ ઔધોગિક હેતુના-૭૬ વીજ જોડાણો પૈકી ૦૬ જેટલા વીજજોડાણોમાં ગેરરીતી માલુમ પડતા કુલ રૂ.૫૨.૬ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.આમ ૧૨૫૩ વીજ કનેક્શનો પૈકી ૨૨૮ જેટલા વીજગ્રાહકોને વીજચોરી કરતા ઝડપી અંદાજે રૂ.૧૧૧ લાખની વીજચોરીનો દંડ ફટકારવામાં આવ્યો હતો અધિક્ષક ઇજનેરનાં જણાવ્યા મુજબ આ ઝુંબેશ શરૂ જ રાખવામાં આવશે.બોટાદ જિલ્લાના પ્રજાજનોને વીજચોરી ન કરી રાષ્ટ્રના વિકાસમાં સહયોગ આપવા પીજીવીસીએલ વર્તુળના અધિક્ષક ઇજનેર,બોટાદની અખબારી યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટ અસરફ જાંગડ
બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.