વાગરામા નવનિર્માણ પામેલ નૂરાની મસ્જિદ નો જશ્ને ઇફતેતાહ કાર્યક્રમ યોજાયો, સૈયદ અબ્દુલ્લાહ બાવા સાહેબે જુમ્માની વિશેષ નમાઝ અદા કરાવી
ભરૂચ જિલ્લાના તાલુકા મથક વાગરા નગરમાં નવનિર્માણ કરાયેલ મસ્લ-કે-આલા હજરત ની નૂરાની મસ્જિદનું લોકાર્પણ હજરત સૈયદ અબ્દુલ્લાહ બાપુ બુખારી નકસબંદી ના વરદ હસ્તે કરાયું હતું.અબ્દુલ્લાહ બાવાએ રીબીન કાપી મસ્જિદ ને નમાજ માટે ખુલ્લી મૂકી હતી.સાથે જ શુક્રવારની જુમ્માની વિશેષ નમાજ પણ હજરત સૈયદ અબ્દુલ્લાહ બાપુ એ અદા કરાવી હતી. વાગરા ના બજાર વિસ્તાર નજીક આવેલ જૂની નૂરાની મસ્જિદ નું હાલ નવીનીકરણ કરવામાં આવ્યું છે. મસ્જિદનું કામકાજ પૂર્ણ થતાં શુક્રવારના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જુમ્માની નમાઝની સાથે હજરતે તકરીર ફરમાવી હતી.આ તબક્કે સૈયદ અબ્દુલ્લાહ બાપુએ મસ્જિદ નું મહત્વ અને ફાયદાઓ જણાવી લોકો ને નમાજ ની પાબંદી કરવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે આલે નબી ઔલાદે અલી સૈયદ જીલાની બાવા બુખારી નકસબંદી, સૈયદ મુસ્તાકઅલી બાવા સંખેડાવાળા,સૈયદ કલંદર બાપુ બુખારી,સૈયદ નુરુદિન બાવા,સૈયદ સિકંદર બાવા, સૈયદ મુનાફ બાવા સાહબ વિલાયત, કાદરી જાવિદ બાપુ વકીલ વાગરા વાળા તેમજ મૌલાના અજરુદ્દીન, સઇદ મૌલાના, શબ્બીર પેટલાદ વાળા તેમજ મસ્જિદ ના મુતવલ્લી ફારૂક રઝવી, આરીફ દશુ ઉર્ફે મુન્નાભાઇ,સિરાજ મુસા હસન, જુબેર ખત્રી, સલમાન પઠાણ તેમજ સૈયદ સાદાતે કિરામ તથા મસ્જિદ ના ટ્રસ્ટીઓ સહિત નગર ના લોકો ઉપરાંત દૂર-દૂર થી અનેક લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.અંતમાં દુઆ તેમજ સલાતો સલામ સાથે કાર્યક્રમ ની પૂર્ણાહુતિ થઈ હતી.
રિપોર્ટર: સૈયદ શેર અલી
9978498188
આ પ્રકારના તમામ સમાચાર માટેે
