શ્રી સચ્ચિદાનંદ ગુરુકુળ વિદ્યાલય -સિહોર ખાતે આજે બેન્ડ ઉદ્ધાટન તથા ખેલો ઈન્ડિયા વુમન ફુટબોલ ટુર્નામેન્ટ ૨૦૨૩-૨૪મા જિલ્લા કક્ષાએ દ્વિતીય નંબર પ્રાપ્ત કરનાર બહેનો ને રૂપિયા ૩૦,૦૦૦ ચેક, રનરપ શિલ્ડ, મેડલ અર્પણ તથા પ્રમાણપત્રો અર્પણ કાર્યક્રમ બીટ નિરીક્ષક માનનીય BRC શ્રી વિજયભાઈ મકવાણા સરની અધ્યક્ષતામાં આજનો કાર્યક્રમ કરવામાં આવ્યો
આજે શ્રી સચ્ચિદાનંદ ગુરુકુળ વિદ્યાલય ટ્રસ્ટ સંચાલિત શ્રી સચ્ચિદાનંદ ગુરુકુળ વિદ્યાલય સિહોર, સેન્ટમેરી ઇંગ્લીશ મીડીયમ સિહોર તથા અનુદાનિત શાળાના સંયુક્ત ઉપક્રમે બેન્ડની તાલીમ છેલ્લા 15 દિવસથી સ્પેશિયલ ટીચર કેરલના બેન્ડશિક્ષકો દ્વારા આપવામાં આવી રહી છે.તેમા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો તાલીમ મેળવી રહ્યા છે. જેમાં આજે ભાઈઓ દ્વારા બેન્ડ ઉદ્ધાટન સિહોર તાલુકાના પ્રાથમિક વિભાગના બીટ નિરીક્ષક માનનીય વિજયભાઈ મકવાણા સરની અધ્યક્ષતામાં કરવામાં આવ્યો.
શરૂઆતમાં ગેટ આગળથી બેન્ડ તાલીમાર્થી ભાઈઓ દ્વારા બેન્ડના સુરે મહેમાનોને મંચ સુધી સ્વાગતરૂપે લાવવામાં આવ્યા. બધા વિદ્યાર્થીઓએ ઊભા થઈને તાલીઓના ગડગડાટથી સ્વાગત કર્યું. પ્રાર્થના બાદ માનનીય વિજયસરનુ પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને આચાર્યશ્રી ફાધર સીજુ તથા આશ્રમશાળાના આચાર્યશ્રી જેસીગસર દ્વારા સ્વાગત તથા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું. બેન્ડ તાલીમાર્થી ભાઈઓએ શીખેલ બેન્ડ ની કરતબો બતાવી. બધાને મંત્રમુગ્ધ કરી દીધા. તાલીમ આપનાર શિક્ષકોને પણ સન્માન કરવામાં આવ્યું.
સાથો સાથ અમારી શાળાની વિદ્યાર્થીનીઓ( બહેનો )ખેલો ઈન્ડિયા વુમન અન્ડર -17 2023-24 દરમ્યાન ભાવનગર જિલ્લામાં દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો તેમને પ્રમાણપત્ર તથા 30000 નો ચેક શ્રી વિજયસરના વરદહસ્તે અર્પણ કરવામાં આવ્યો. સિહોર શહેર ના સિન્યર પી.ટી.શિક્ષક દીપસિંગ મોરીસરે ને પણ બેસ્ટ પીટી શિક્ષક નું શીલડ જિલ્લાકક્ષા તરફ થી મળેલ તેમને શાળા ના મેનેજિંગ ટ્રસ્ટી ફાધર વિનોદ , અને સેન્ટ મેરી ના આચાર્ય શ્રી ફાદર સીજુ દ્વારા શુભેચ્છા પાઠવા માં આવેલ
અંતે આચાર્યશ્રી ફાધર સીજુ એ શુભેચ્છા પ્રવચન આપી સર્વેનો આભાર -અભિનંદન વ્યક્ત કર્યો. આ કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી. રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.