વડિયા પીજીવીસીએલ કચેરીએ સાકરોળા ગામમાં વીજપ્રશ્ને ઉગ્ર રાજુવત સાથે હલ્લાબોલ ,પીજીવીસીએલ હાય હાય ના નારા ગુંજ્યા - At This Time

વડિયા પીજીવીસીએલ કચેરીએ સાકરોળા ગામમાં વીજપ્રશ્ને ઉગ્ર રાજુવત સાથે હલ્લાબોલ ,પીજીવીસીએલ હાય હાય ના નારા ગુંજ્યા


વડિયા પીજીવીસીએલ કચેરીએ સાકરોળા ગામમાં વીજપ્રશ્ને ઉગ્ર રાજુવત સાથે હલ્લાબોલ ,પીજીવીસીએલ હાય હાય ના નારા ગુંજ્યા

સાકરોડા ગામના ખેડૂતો એ મોટીસંખ્યામાં વીજ કચેરીએ જમાવડો કરી કચેરીના પંખા બંધ કરી અધિકારીઓને ગરમીનો અહેસાસ કરાવ્યો

સ્થાનિક હેલ્પરનું ઉદ્ધતાઈ ભર્યું વર્તન અને વીજપ્રશ્ને મામલો બન્યો ઉગ્ર બની પીજીવીસીએલ હાઇ હાઇ ના નારા લગાવ્યા

જયેશ રાદડિયા ,કૌશિક વેકરિયા બાદ આપ ના ધારાસભ્ય ભુપત ભાયાણી પણ વડિયા ના વીજ અધિકારી ને ટેલિફોનિક ખખડાવ્યા

વડિયા

અમરેલી જિલ્લાના છેવાડાના ગ્રામીણ તાલુકા મથક એવા વડિયાની પીજીવીસીએલ કચેરી છેલ્લા એક માસથી કોઈ ને કોઇ બાબતે વારંવાર વિવાદનું કેન્દ્ર બનતી જોવા મળી રહી છે. હાલ વડીયાની ભાગોળે આવેલા ભેંસાણ તાલુકાના સાકરોડા ગામના ખેડૂતો અને ગ્રામજનો દ્વારા પોતાના વાડીવિસ્તારના વીજ પાવર ના પ્રશનો અને ગામના વીજપાવર અને હેલ્પરના પ્રશ્ને સરપંચ ,ઉપ સરપંચ અને સ્થાનિક આગેવાનો ની આગેવાનીમાં મોટી સંખ્યા માં વડીયા પીજીવીસીએલ કચેરી ઘસી આવ્યા હતા અને પોતાના પ્રશ્નો બાબતે નાયબ ઈજનેર પટેલ ને ઉગ્ર રાજુવાત કરી હતી. ત્યારે સાથે આવેલા લોકોએ કચેરીના પંખા બંધ કરી વડીયા પીજીવીસીએલ કચેરીના અધિકારીએ ગરમીનો અહેસાસ કરાવ્યો હતો. ત્યારે સ્થાનિક અધિકારી દ્વારા અન્ય બીજા હેલ્પરને મૂકવાની અને પ્રશ્ન ટૂંકાગાળામાં પૂર્ણ કરવાનું આશ્વાસન આપ્યું હતું. આ બાબતની રજુવાત સાકરોળા ગામના સ્થાનિક લોકોએ આમ આદમી પાર્ટીના ભેંસાણના ધારાસભ્ય ભુપત ભાયાણીને કરતા તેણે પણ વડીયાના અધિકારીને ટેલિફોનિક રીતે કડક શબ્દોમાં ખખડાવ્યા હતા અને તુરંત પ્રશ્ન પૂર્ણ કરવા જણાવ્યું હતું. આ હલ્લા બોલમાં વાડિયા ઓફીસખાતે સાકરોડા સરપંચ ગિરીશભાઈ કથીરિયા,ઉપ સરપંચ અશોકભાઈ વિછી,પ્રવીણ સોજીત્રા ,મૂળુભાઈ વાંજા,કાળુભાઈ રીબડીયા ,પરેશભાઈ કથીરિયા,હરેશભાઈ બાલધા ,મુન્નભાઈ વીછી,વિનુભાઈ વધાસીયા અને પરાગભાઈ ભરવાડ ની આગેવાનીમાં ખેડૂતો અને લોકો ઉમટ્યા હતા. અને પીજીવીસીએલ હાય હાય ના નારા લગાવ્યા હતા. છેલ્લા એક મહિનામાં વડીયા પીજીવીસીએલ કચેરીના અધિકારીઓના જયેશ રાદડિયા ,કૌશિક વેકરિયા અને ભુપત ભાયાણી સહિત ત્રણ ધારાસભ્ય એ ક્લાસ લીધા હોય છતાં હજુ કોઇ પરિણામલક્ષી કામગીરી થતી ના હોય તેવું લોકોમાં ચર્ચાતું જોવા મળી રહ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.