કે કે પારેખ કોમર્સ કોલેજ ના વિદ્યાર્થી ઓ ઐતિહાસિક અમરેલી ના ૧૧૨ વર્ષ જુના રેલવે સ્ટેશન ની મુલાકાતે - At This Time

કે કે પારેખ કોમર્સ કોલેજ ના વિદ્યાર્થી ઓ ઐતિહાસિક અમરેલી ના ૧૧૨ વર્ષ જુના રેલવે સ્ટેશન ની મુલાકાતે


અમરેલી: અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે. કે. પારેખ કોમર્સ કોલેજ અમરેલી દ્વારા આજરોજ વિકાસ સપ્તાહ-૨૦૨૪ની ઉજવણીના ભાગરૂપે ઐતિહાસિક સ્થળની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મુલાકાતમાં અમરેલી ખાતે સ્થિત ઇ. સ. ૧૯૧૨માં બાંધવામાં આવેલા ૧૧૨ વર્ષ જુના રેલવે સ્ટેશનની મુલાકાત વિદ્યાર્થીઓ તથા સ્ટાફ મિત્રો દ્વારા લેવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ રેલવે સ્ટેશન અને રેલવે ઓપરેટિંગ સિસ્ટમ વિશે માહિતી મેળવી હતી. અમરેલી રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તર શ્રી ચૌધરી સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને રેલવે સ્ટેશન અને રેલવે ઓપરેટિંગ સિસ્ટમ વિશે રસપ્રદ માહિતી આપી હતી. આ મુલાકાતનું સંચાલન કોલેજના વાઈસ પ્રિન્સિપાલ પ્રો. ડો. એ. કે. વાળા તથા કોલેજના એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર પ્રો. જે. એમ. તળાવિયા તથા પ્રો. ડો. એ. બી. ગોરવાડીયા દ્વારા કરવામાં આવ્યુ હતુ. મુલાકાતમાં કોલેજના સૌ પ્રાધ્યાપક ગણ જોડાયા હતા. મુલાકાતનું આયોજન કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ પ્રો. ડો. એમ. એમ. પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું તેમ આઈ.કયુ.એ.સી. કોઓર્ડીનેટર ભારતીબેન ફીણવિયાએ જણાવ્યું હતું.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.