બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આઠ ઇંચ વરસાદ, સરકારી હોસ્પિટલમાં પાણી ઘુસ્યા, નદીઓમા ભારે પાણી, હાઇવે માર્ગ ઉપર ઘૂંટણસમા પાણી - At This Time

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આઠ ઇંચ વરસાદ, સરકારી હોસ્પિટલમાં પાણી ઘુસ્યા, નદીઓમા ભારે પાણી, હાઇવે માર્ગ ઉપર ઘૂંટણસમા પાણી


હાલમાં હવામાન વિભાગની આગાહીને લઈને સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતના અનેકો મેગા સીટીઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ પણ સર્જાઈ છે. ઠેર ઠેર જગ્યાએ પાણીનો ભરાવો અને તેનાથી થતી મુશ્કેલીઓ સામે આવી રહી છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં પણ સ્થતિ ગંભીર છે અને હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. જેના પગલે અનેકો જગ્યાએ ભારે વરસાદ થી સમગ્ર વિસ્તાર પાણી પાણી થયું છે. અનેકો નદીઓ પણ ઉફાન મા છે. તો રોડ રસ્તાઓ ઉપર પણ પાણી ફરી વળ્યું છે. એવી જ સ્થતિ આજે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં પણ જોવા મળી રહી છે. ગુરુવારે સવારે વરસેલા વરસાદથી દાંતા સિવિલ હોસ્પિટલ સ્વિમિંગ પૂલમાં ફેરવાઈ ગઈ હતી અને હોસ્પિટલના તમામ રૂમ સુધી પાણી ફરી વળ્યા હતા, હોસ્પિટલમાં દાખલ તમામ દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ગઈ મોડી રાત્રે અને વેહલી સવારે થયેલા ભારે વરસાદથી દાંતા તાલુકો પાણી પાણી થઈ ગયો છે. ગુરુવારે વહેલી સવારે વર્ષેલો ભારે વરસાદના કારણે જળ બંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. દાંતા ખાતે ગુરુવારે વરસેલો ભારે વરસાદ થી અનેકો જગ્યાએ પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે. દાંતા ખાતે આવેલી રેફરલ હોસ્પિટલ માં પણ ભારી વરસાદ ને લઈને પાણી ભરાયું હતું. રેફરલ હોસ્પિટલના બહારના ભાગે મોટા પ્રમાણમાં પાણીનો ભરાવો જોવા મળ્યો હતો. તો સાથે સાથે આ વરસાદી પાણી રેફરલ હોસ્પિટલના અંદરના પરિસર ના ભાગમાં પણ આવી પહોંચ્યું હતું. જ્યાં દર્દીઓ બેડ પર સારવાર લેતા હોય છે ત્યાં પણ પાણી પહોંચી ગયું હતું. અને ઈમરજન્સી વિભાગ હોય કે પછી ઓપીડી હોય ગમે ત્યાં પાણી પાણી જોવા મળ્યું હતું. જેના કારણે દર્દીઓ અને હોસ્પિટલના સ્ટાફને ભારી હાલાકી નો સામનો કરવો પડ્યો હતો. હોસ્પિટલ ના સ્ટાફ અને બહાર ના લોકોએ અને દાંતા પંચાયત ના સરપંચ ઉપસરપંચ સહિત સભ્યો પણ સાથે રહીને તમામ દર્દીઓ ને બીજી જગ્યાએ ખસેડવા માં મદદ કરી હતી .

દાંતા ખાતે આવેલી આ રેફરલ હોસ્પિટલમાં વર્ષોથી વરસાદી પાણી ના ભરાવાની સમસ્યા છે. તેના નિકાલ માટે કોઈપણ યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે વારંવાર દર્દીઓ અને હોસ્પિટલમાં સ્ટાફને હાલાકી નો સામનો કરવો પડતો હોય છે. ત્યારે રેફરલ હોસ્પિટલ તરફથી અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆત પણ કરવામાં આવી છે છતાં તેનો યોગ્ય નિકાલ ન કરાતા આજે પણ એવી ગંભીર સ્થતિ સર્જાઈ છે. આ સિવાય પેથાપુર પાસેની અર્જુની નદીમાં ભારે પાણી આવ્યું હતું અને નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી. આ સિવાય ફોરલેન સ્ટેટ હાઇવે ઉપર ઘૂંટણ સમા પાણી ભરાયા હતા. આમ આજે દાંતા તાલુકામાં આજે મેઘ મહેર જોવા મળ્યું હતુ.ડોક્ટર વિવેક સકસેના, અધિક્ષક, દાંતા સિવિલ હોસ્પિટલ અને તેમના સ્ટાફ દ્વારા તમામ દર્દીઓને અન્ય હોસ્પિટલ સાથે ખસેડવામાં આવ્યા હતા. દાંતા ગ્રામ પંચાયતની સમગ્ર ટીમ પણ ખડેપગે હાજર રહી હતી.

અહેવાલ નીલેશ શ્રીમાળી બનાસકાંઠા


9974645761
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.