યાંત્રિક રાઈડમાં ભાવવધારો ફગાવાતા હરાજી ફરી મોકૂફ
ટિકિટનો દર રૂ.70 સુધી કરવા અથવા મેળો બે દી’ લંબાવી રાત્રે 1 વાગ્યા સુધીની મંજૂરીની માંગ
રાજકોટ શહેરમાં બે વર્ષ બાદ લોકમેળો યોજાઈ રહ્યો છે પણ યાંત્રિક રાઈડ્સને કારણે હાલ મામલો ગૂંચવાયો છે અને હરાજી અનિશ્ચિતકાળ સુધી મોકૂફ રહી છે. લોકમેળા આયોજન સમિતિએ મેળાના અલગ અલગ સ્ટોલ માટે ડ્રો કર્યા બાદ હરાજી શરૂ કરી હતી તેમાં યાંત્રિક રાઈડમાં મામલો અટક્યો હતો. રાઈડ સંચાલકોએ ભાવવધારાની રજૂઆત માટે સમય માગ્યો હતો તેથી હરાજી 2 ઓગસ્ટે રાખી હતી. મંગળવારે હરાજીના દિવસે સંચાલકો રજૂઆત લઈને આવ્યા હતા કે રાઇડમાં ટિકિટનો દર 30 છે તેને 50થી 70 સુધી કરવો જોઈએ કારણ કે મોંઘવારી વધી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.